લીલાછમ્મ વૃક્ષોની રંગબેરંગી વાતો

1 વૃક્ષ દિવસ દરમિયાન 10 ઓરડા જેટલી શુધ્ધ હવા આપવા સક્ષમ છે ઘરની આસપાસ લીલુછમ્મ વાતાવરણ ટેમ્પ્રેચરને 3 ડિગ્રી ઓછુ રાખે છે આજકાલ ચારેતરફ વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવાની વાતો થાય છે અને એક રીતે વાત સાચી પણ છે કે વૃક્ષો આપણા જીવનમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. તમારા ઘર આસપાસ પણ બગીચો હશે કે તમે પણ ઘરમાં વૃક્ષોની જાળવણી કરતા હશો પરંતુ શું તમે વૃક્ષો વિશેની માહિતી જાણો
છો ?
* 1 સામાન્ય વૃક્ષથી 4 લોકોને નિયમિત ઓક્સિજન મળી શકે છે.
* 1 વૃક્ષ દિવસ દરમિયાન 10 ઓરડા જેટલી શુધ્ધ હવા આપવા સક્ષમ છે.
* ઘરની આસપાસ લીલુછમ્મ વાતાવરણ ટેમ્પ્રેચરને 3 ડિગ્રી ઓછુ રાખે છે.
* એક એસી 10 રૂમમાં 20 કલાક જેટલી ઠંડક આપે એટલી ઠંડક એક વૃક્ષ આપે છે.
* એક કાર 41000 કિ.મી. ચાલે જેટલુ કાર્બન ડાયોક્સાઈડ છોડે એટલુ કાર્બન ડાયોક્સાઈડ એક એકરમાં લાગેલા વૃક્ષો એક વર્ષમાં શોષી લે છે.
* માણસની જેમ વૃક્ષોને પણ કેન્સર થાય છે અને તેના કારણે વૃક્ષ ઓછુ ઓક્સિજન છોડે છે.
* દૂનિયાનું સૌથી જુનુ વૃક્ષ સ્વીડનના ડલારના પ્રાંતમા છે. જેનું નામ ‘ટીજીકકો’ છે તે 9550 મહિના જુનુ છે અને તેની લંબાઈ 13 ફુટ છે.
* તાજેતરમાં 15 પ્રજાતિના વૃક્ષો પર થયેલ સંશોધનમાં બહાર આવ્યુ છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં વડ-પીપળાના વૃક્ષો પ્રદુષણ ઘટાડે છે.
* એન.એસ.યુનિ.ના બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.અરૂણ વર્મા અને તેની વિદ્યાર્થિની કરિના શર્માએ બપોરે 12થી 1 દરમિયાન ઘટાદાર વૃક્ષોના છાયા નીચે અને બહારના ટેમપ્રેચરની ચકાસણી કરતા આવુ પરિણામ જોવા મળ્યું હતું.
વૃક્ષ બહારનું વૃક્ષનીચે
તાપમાન તાપમાન
વડ 42 ં 38.4 ં
પીપળો 42 ં 39.1 ં
લીમડો 42.5 ં 41.9 ં
ગરમાળો 43.7 ં 42.4 ં
ગુલમહોર 43 ં 41.8 ં
કેનન બોલટ્રી 42 ં 39 ં
તો દોસ્તો વૃક્ષો આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે તે જાણ્યું ને ? આપણે ઘરથી દૂર કંઈ વૃક્ષો વાવવા માટે જવાના નથી તો ફ્રેન્ડસ એક કામ કરી શકાય કે જ્યારે જ્યારે તમે ઘરમાં ફ્રુટસ ખાવ જેમ કે જાંબુ, ચીકુ - પપૈયા ત્યારે તેના ઠળિયા ધોઈને પ્લાસ્ટિક બેગમાં ભરી લો પછી જ્યારે કાર બસ કે ટ્રેનમાં બહાર જવાનુ થાય ત્યારે વગડામાં ખુલ્લી જગ્યામાં ફેંકી દેજો. જ્યારે મેઘરાજાનું આગમન થશે ત્યારે તે ઠળિયામાંથી સ્વરૂપે અંદુરીત થશે અને આમ પ્રકૃતિને લીલીછમ્મ બનાવવા તમે પણ યોગદાન આપી શકશો..
OK...ફ્રેન્ડસ,
બાય..બાય..
આવતા અંકે
ફરી મળીશું......