કેરિયર સંબંધિત કામમાં હું સ્કૂલ ગર્લ જેવી છું: ઐશ્ર્વર્યા

અભિનેત્રી પોતાના કાર્યક્રમ અને પ્રોજેકટ પ્રત્યે ઈમાનદાર હતી
મુંબઇ: અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનનું એવું માનવું છે કે કરિયર સબંધિત કામમાં તે સ્કૂલની છોકરી જેવી બની જાય છે અને તેને લાગે છે કે તેની અંદર હજી વધારે કામ કરવાનો ઉત્સાહ હોવો જોઈએ. ઐશ્વર્યાએ વીડિયો કોનફરન્સમાં મીડિયાને જણાવ્યું હતું કે પમને એવું લાગે છે કે કામ સબંધિત બાબતોમાં અમુક હદ સુધી હું સ્કૂલની છોકરી જેવી હતી. હું નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે કામ કરતી હતી, જેથી સમય જતા મને વધારે ફિલ્મો માટે તક મળતી રહી. હું મારા કાર્યક્રમ અને પ્રોજેક્ટ પ્રતિ ઈમાનદાર હતી. ઐશ્ર્વર્યા રાય બચ્ચને જણાવ્યું હતું કે હવે હું જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારી અંદર આના કરતા પણ વધારે ફિલ્મો કરવાના જુસ્સાની જરૂર હતી. મેં મારા સહયોગીઓને વર્ષોથી કામ કરતા જોયા છે.’ તેણે જણાવ્યું હતું કે ‘દુનિયાની વસતી જુઓ, તો કહેવા માટે ઘણી કહાનીઓ છે, પણ કરવા માટે જરૂરી ફિલ્મો અને કામ છે.’ મણિરત્નમની ફિલ્મ ‘ઈશ્ર્વર’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી ઐશ્ર્વર્યાએ ભારતના ઘણા જાણીતા ડાયરેક્ટરો
જેવા કે સંજય લીલા ભણસાલી, આશુતોષ ગોવારિકર અને રિતુપર્ણો ઘોષ સાથે કામ કર્યું છે.
પુત્રી આરાધ્યાના જન્મના પાંચ વર્ષ પછી 2015મા તેમણે પજજ્બાથ ફિલ્મથી બોલિવુડમાં ફરી એન્ટ્રી કરી હતી. તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લા 17 વર્ષથી ભાગ લઈ રહી છે અને હંમેશાં પોતાની સ્ટાઈલ અને લુકથી તેના ચાહકોને ઈમ્પ્રેસ કરે છે. ઐશ્વર્યાએ આ વખતે પણ તેના ચાહકોને નિરાશ કર્યા નહોતા. કાન્સમાં આ વખતે પણ તેના લુકને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.