બેચલર ઓફ સાયન્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ

વિદ્યાર્થીઓમાં કોલેજ લાઇફનો ઉત્સાહ, કોમર્સના રિઝલ્ટ બાદ બી.કોમ સહિતનામાં પ્રવેશ શરૂ થશે રાજકોટ,તા.17
ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું રિઝલ્ટ ડિકલેર થઇ ગયું છે. વિદ્યાર્થીઓની એડમીશન પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે. આજથી અનેક કોલેજોમાં પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી છે. બી.એસ.સી. સહિતના વિષયોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટની અનેક કોલેજોમાં બી.એસ.સી.માં એડમિશન લેવા વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. કોલેજની લાઇફનો આનંદ માણવા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ હતો.
બેચલર ઓફ સાયન્સમાં પ્રવેશ મેળવવા આજે પ્રવેશ ફોર્મ ભરવા વિદ્યાર્થીઓ કોલેજ આવી પહોંચ્યા હતા. ત્રણ થી પાંચ વર્ષ માટેનો કોર્ષ હોય છે. નજીકના દિવસોમાં જ ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 10નું રિઝલ્ટ બહાર પડવાનું છે. સત્તાવાર રીતે બોર્ડ દ્વારા તારીખ હજુ ડિકલેર કરવામાં આવી નથી પરંતુ આ મહિનાના અંત સુધીમાં બોર્ડ દ્વારા 12 સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામ જાહેર થશે.