ગોરમા પૂજનનું અધિક માસમાં મહત્ત્વ

અધિક માસના અંતે વાજતે ગાજતે પાણીમાં પધરાવે છે
સમગ્ર માસ તપ, જપ, ભજન,કિર્તનમાં લીન થઈ પ્રભુમય બનવાનો સોનેરી અવસર છે સમગ્ર માસ દરમિયાન ઘર કે મહોલ્લામાં બહેનો એક સાથે ભેગા મળી માટીની ગોરીમાંની મૂર્તિ બનાવી પૂજન કરે છે અધિક માસનો પ્રારંભ થતાં બહેનો ભેગા મળીને માટીની ગૌરી માં ની મૂર્તિ બનાવે છે અને સમગ્ર માસ દરમિયાન તેની પૂજન-અર્ચન કરે છે. વિધિપૂર્વક પૂજન-અર્ચનમાં અબીલ ગુલાલ કંકુ,ફળ, ચોખા હળદર, અનાજ, દૂધ, નાળાછડી વગેરે વડે ભાવ પૂર્વક પૂજા કરે છે .
સૌપ્રથમ શ્રદ્ધા પૂર્વક પ્રણામ કરી જળ અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ દુધનો અભિષેક કરી અબીલ,ગુલાલ,કંકુ,ચોખા વગેરે અર્પણ કરવામાં આવે છે. ફળ અને નૈવેદય ધરાવવામાં આવે છે.દિપક પ્રગટાવી આરતી ઉતારવામાં આવે છે.અનાજ, ફળ,અને પ્રસાદ ધરાવતી વખતે રિદ્ધિ ,સિદ્ધિ,સુખ,શાંતિ,અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. શક્તિ મુજબ દાન પણ કરવામાં આવે છે જેનો ઉદેશ્ય જરૂરિયાતમંદ ને મદદ કરવાનો છે.ત્યારબાદ ખેતર ખેડવાની ક્રિયા અને જળ વડે પ્રદક્ષિણા કરવાની ક્રિયા હોય છે. આ માસમાં શિવ મંદિરોમાં પણ ગૌરી પૂજનની વ્યવસ્થા રાખવામાં આવે છે.પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને 108 પ્રદક્ષિણા ફરવાનું માહાત્મ્ય પણ અનેરું છે.ખાસ દિવસોમાં દીપ દાન, કાસ્ય ડેન,તલ, દાન, ગુપ્ત દાન નું પણ મહત્વ છે.સમગ્ર માસ ખૂબ જ ભક્તિ ભાવમાં વિતે છે.કીર્તન અને ભજન દ્વારા ભક્તિમાં લીન બને છે. અમુક દિવસોમાં વન ભોજનનો આનંદ પણ લે છે જેમાં કુદરતના ખોળે આવેલ મંદિર, તીર્થ જઈને ત્યાં ભોજન કે ફળાહાર લેવામાં આવે છે.જેમાં પ્રભુ સાથે કુદરતનો પણ આભાર માનવામાં આવે છે. શક્તિ મુજબ લોકો ધારણા પારણા એટલેકે એક દિવસ અપવાસ અને એક દિવસ એકટાણું એ રીતે કરે છે અમુક લોકો અપવાસ તો અમુક એકટાણા પણ કરે છે.
આમ સમગ્ર મહિનો તપ, જાપ, ભજન કીર્તન અને ભક્તિભાવમાં લીન બની પ્રભુમય બનવાનો અમૂલ્ય અવસર છે.