આજની પ્રાર્થના

આટલું તો આપ
ઓ શ્રદ્ધેયશિરોમણિ !
ધર્મના સ્થાનમાં,
ધર્મના સમયે પાપો ઘણાં કર્યા છે.
પરંતુ તેની પાછળ અત્યારે
આંસુ તો દંભના નથી જ.
ધર્મના નામે પાપો ભલે કર્યા પણ,
તે પાપની પાછળ અંતરથી રડી રહ્યો છું.
કેટલીયે રાત સંથારાને આંસુથી પલાળી દીધેલ છે.
ઉગ્ર તાવની ધ્રુજારી કરતાં પણ આંસુની
વધુ ધ્રુજારી મેં અનુભવેલ છે.
પાપ મને મારે છે છતાં
ધર્મ મને કેમ
બચાવતો નથી ? - પૂજ્ય યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજ