સદી પુરાણુ ન્યૂડ મહિલાનું ચિત્ર 10.60 અબજમાં વેચાયું

ઈટાલીના ચિત્રકાર મોદીગ્લિયાનીએ આ પન્ટીંગ બનાવેલું નવીદિલ્હી, તા.17
કળા ક્ષેત્રે રૂચી ધરાવતા લોકો માટે રસપ્રદ સમાચાર છે અને સામાન્ય લોકોને આ સમાચાર ચોંકાવી શકે છે. કળા જગતમાં એક પેન્ટિંગની હરાજી ચર્ચાનો વિષય બની ગઈ છે. આ પેન્ટિંગ 100 વર્ષ જૂનું હોવાથી અને 10 અબજ 60 કરોડ રૂપિયામાં હરાજી થઈ હોવાથી આ પેન્ટિંગ બહુ ખાસ છે.
પ્રખ્યાત પેન્ટર એમેડિયો મોદીગ્લિયાનીએ (Amedeo Modigliani) વર્ષ 1917માં એક ન્યૂડ પેન્ટિંગ બનાવી હતી. જેમાં એક મહિલા નિર્વસ્ત્ર થઈને સૂઈ રહી હતી. કેટલાય પ્રદર્શનોમાં આ પેન્ટિંગને પ્રદર્શિત કરવામાં આવી ચૂકી છે. તાજેતરમાં જ ન્યૂયોર્કમાં આ પેન્ટિંગને 10 અબજ 60 કરોડથી પણ વધુ કિંમતમાં લિલામ થઈ છે.
એમેડિયો મોદીગ્લિયાની એક ઈટાલિયન કલાકાર હતા. પેન્ટિંગ એમનું પેશન હતું અને આ ક્ષેત્રને તેમણે એક નવી દિશા આપવાનું કામ કર્યું હતું. દુનિયાના દરેક મોટા-મોટા મ્યૂજિયમમાં એમની પેન્ટિંગ રાખવામા આવી છે. 35 વર્ષની ઉંમરમાં મોદીગ્લિયાનીનું નિધન થયું હતું. જે પહેલાં તેમણે એક ન્યૂડ પેન્ટિંગ બનાવી હતી, હરાજીમાં જેની 170.4 મિલિયન ડોલરની બોલી લાગી છે.
એમેડિયો મોદીગ્લિયાનીનો જન્મ 12 જુલાઈ 1884ના રોજ ઇટલીમાં થયો હતો. 1906મા તેઓ પેરિસ આવીને રહેવા લાગ્યા હતા. પેરિસમાં આવ્યાના શરૂઆતના વર્ષોમાં મોદીગ્લિયાનીએ તેજીથી કામ કર્યું. તેઓ સતત પેન્ટિંગ બનાવતા ગયા, ઉલ્લેખનીય છે કે મોદીગ્લિયાની 1 દિવસમાં એક પેન્ટિંગ બનાવી લેતા હતા. એમની કેટલીય કૃતિ ગુમ થઈ ગઈ અને કેટલીય કૃતિને તેમણે ખરાબ સમજીને નષ્ટ કરી દીધી હતી.
મોદીગ્લિયાની પહેલાં ડી ટોલુઝ લૌટ્રેક નામની મહિલાથી પ્રભાવિત થયા હતા, પરંતુ 1880માં તેઓ પોલ સિઝેન કાર્યોને દિલ આપી બેઠા. તેઓ 26 વર્ષના હતા ત્યારે તેઓ ગંભીર રીતે અન્ય એક મહિલાના પ્રેમમાં પડ્યા. જો કે 21 વર્ષીય અન્ના પરિણીત હતી, છતાં બંનેનું ચક્કર ચાલવા લાગ્યું. જો કે એક વર્ષ બાદ અન્ના પરત પોતાના પતિ પાસે ચાલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 24 જાન્યુઆરી 1920ના રોજ મોદીગ્લિયાનીનું ટ્યુબરકુલર મેનિઝાઈટિસ નામના રોગને કારણે નિધન થયું.
મોદીગ્લિયોનું આ પેન્ટિંગ સૌથી મોંઘું પેન્ટિંગ નથી. લિયોનાર્દોનું પેન્ટિંગ સલ્વાટોર મુન્ડી (Salvator Mundi) સૌથી મોંઘું પેન્ટિંગ છે. 400 વર્ષ જૂનું લિયોનાર્દો દ વિન્ચીએ બનાવેલું ઇશુ ખ્રિસ્તનું આ પેન્ટિંગ 3 હજાર કરોડમાં લિલામ થયું હતું. હાલમાં તેમના દ્વારા દોરાયેલાં 20 જેટલાં ચિત્રો વિશ્વની આર્ટ ગેલરીની શોભા બની રહ્યા છે.