ગોહિલવાડની ક્રાઇમ ડાયરી મહિલાનો સળગી જઇ આપઘાત


ભાવનગર તા.17
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહિલાએ કોઇ કારણોસર સળગી જઇ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા પરણીત મહિલા ચકુબેન કોળી (ઉ.વ.30) એ કોઇ કારણોસર સળગી જઇ આત્મહત્યા કરી લેતા બીરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં મોત
બોટાદ જીલ્લાના ઢાંકવાળી ગામમાં રહેતા વૃધ્ધનું મોટરસાયકલ સ્લીપ થઇ જતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે.
બોટાદ જીલ્લાના ઢાંકવાળી ગામમાં રહેતા માવજીભાઇ ઉકાભાઇ પરમાર ઉ.વ.60 પોતાનું મોટરસાયકલ લઇને ગામના પાદરમાં જઇ રહ્યા હતા તે દરમ્યાન રોઝડુ આડુ પડતા મોટરસાયકલ સ્લીપ થઇ જતા ગંભીર ઇજા સાથે માવજીભાઇને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મધમાખીએ દંશ દેતા મોત
ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલ સનેત ગામમાં રહેતા રળીયાતબેન સવજીભાઇ કોળી (ઉ.વ.8પ)ને ત્રણ દિવસ પહેલા મધમાખીએ દંશ દેતા સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ભાવનગરમાં દંપતી દાઝયું
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મીનાબેન ધર્મેશભાઇ ડાભી (ઉ.વ.30) ઘરે રસોઇ બનાવતા હતા તે દરમ્યાન પ્રાઇમસની ઝાળ લાગતા દાઝી ગયા હતા. ઘટનાના પગલે મીનાબેનના પતિ ધર્મેશભાઇ મલેકભાઇ ડાભી (ઉ.વ.33) બચાવવા માટે દોડી જતા તે પણ આગની લપેટમાં આવી જતાં બન્નેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવેલ છે.