ભાવનગરના બિલ્ડરનું અપહરણ જમીન પ્રકરણમાં થયાનો ધડાકો

ચાર આરોપીઓની ધરપકડ, એકની શોધખોળ ભાવનગર તા. 17
ગઇકાલે ધોળાદિવસે ભરચક ટ્રાફીકથી ધમધતા ક્રેસટ ર્સકલ નજીકથી ભાવનગરના અગ્રણી બિલ્ડરને ખેંચી જઇ મારૂતી વાનમાં અપહરણ કરીને લઇ જઇ મરણતોલ માર મારી લોહીયાણ ઇજા પહોંચાડયાના બનાવથી ચકચાર મતી જવા પામી હતી. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ કાળવીબીડમાંથી અપહત યુવાનનો છુટકારો કરાયો હતો. અને એકને સ્થળ પરથી અને અન્યને અલગ જગ્યાએથી ઝડપી લીધા હતા જ્યારે બાઇક ચાલક હજી ફરાર છે.
શહેરના મેઘાણી સર્કલ આરાધના ટાવરમાં રહેતા અગ્રણી બિલ્ડર યોગેશભાઇ બાલશંકરભાઇ ધાંધીયા (ઉ.વ. 50) કાલે સવારે પોણા બાર વાગે સ્કુટરને ક્રેસંટ સર્કલ નજીકથી પસાર થતા હતા. ત્યારે મારૂતીવાન નં. જી.જે. 4 બીઇ 605માંથી મોેઢે રૂમાલ બાંધેલા ચાર શખ્સે યોગેશભાઇને તેના સ્કુટર ઉપરથી પકડી કાથલો ઝાલી પરાણે મારૂતીવાનમાં બેસાડી અપહરણ કરી નાસી છુટયા હતા.
એસ.પી. સહીતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. અને સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ ચેક કરી અપહરણ કરતાઓનું પગેરૂ ડબાવી કાળવીબીડી સાગવાડી વિસ્તારમાં રહેતા વનરાજસિંહ, મંગળસિંહ ગોહિલ તથા તેમના ભાણેજ ધીરૂભા જીલુભા જાડેજા, સુરેશ બારૈયા, સુનીલ કાંતીભાઇ ધાપાને રાત સુધીમાં ઝડપી લીધા હતા. આ ચારેયે યોગેશ ધાંધીયાને કારમાં નાખી અપહરણ કરયું હતું. જ્યારે બાઇક ઉપર આવેલ અને આ અપહરણમાં મદદ કરનાર અન્ય એકની તપાસ શરૂ છે. તેમ જણાવા મળ્યું છે.
સુત્રો પાસે મળતી વિગત પ્રમાણે યોગેશ ધાંધીયા અને વનગરસિંહ વચ્ચે જમીનના ખરીદીના નાણાની ચુકવની અને દસ્તાવેજ બનાવી દેવાનો વિવાદ હોવાનું કારણભુત મળ્યું છે. ઇજાગ્રસ્ત યોગેશભાઇ આરોપીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.