અમરેલીમાં જલારામ રથસેવાનો પ્રારંભ


જયાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો તેવું માનનારા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની પ્રેરણાથી અમરેલીમાં સેવાભાવી લોકોએ ગરીબ, બિમાર લોકોને દરરોજ રાત્રીના સમયે ભુખ્યા સૂવું ન પડે તે માટે થઈ પૂ. જલારામ બાપાના નામે જલારામ રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.