જામનગર મનપા દ્વારા જુલાઈથી મિઝલ્સ રૂબેલા રસીકરણ ઝુંબેશ

જીવલેણ બીમારીથી બાળકોને રક્ષીત કરવા અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો જામનગર તા,17
જામનગર મહાનગરપાલીકા હસ્તક આરોગ્ય શાખા દ્વારા જામનગરમાં ઓરી અને રૂબેલા નાબુદીકરણ કાર્યક્રમ યોજવામાં આવેલ જે જુલાઈ માસમાં આંગણવાડી, સરકારી-ખાનગી શાળા અને શાળાએ ન જતા 9 માસ થી 15 વર્ષ સુધી ના બાળકોને આવરી લઇ તેમને મિઝલ્સ અને રૂબેલા વેકસીન આપી ઓરી તેમજ રૂબેલા(નુરબીબી) થી થતી જીવલેણ બીમારીથી રક્ષીત કરવામાં આવશે.
આ આયોજનનું સફળતાપૂર્વક અમલીકરણ થાય તે માટે તા.15/5/2918ના રોજ મહાનગરપાલિકાના તમામ તબીબી અધિકારી, આઇ.સી.ડી.એસ.ના અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારી, આચાર્ય અને કો-ઓર્ડીનેટરોને માર્ગદર્શન આપતા મિઝલ્સ-રૂબેલા રસીકરણ વર્કશોપ કમિશનર આર.બી.બારડ તથા ઠઇંઘ ના જખઘ ડો. વિનય કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ વર્કશોપમાં આઇ.પી.એ.ના પ્રેસીડન્ટ ડો.મૌલીક શાહ, પિડીયાટ્રીકટ ડીપાર્ટમેન્ટના પ્રતિનિધિ, જી.જી. હોસ્પિટલના પ્રતિનિધિ, પી.એસ.એમ.ના પ્રતિનિધિ, નર્સિગ કોલેજના પ્રતિનિધિ, એરફોર્સ, આર્મી, અને નેવી ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
જન્મજાત બિમારી જેવી કે મંદબુધ્ધિ, બહેરાપણું, જન્મજાત મોતિયો, જન્મજાત હૃદયની ખામી તેમજ ઓરી તેમજ રોગો ને મિઝલ્સ અને રૂબેલા રસી લેવાથી મુક્તિ મળી શકે છે. (તસવીર : સુનીલ ચુડાસમા)