રાજુલા નજીક બાઇક પાછળથી મહિલા પડી જતા ડમ્પરે હડફેટે લેતા મોત


અમરેલી તા.17
રાજુલા નજીક દોલતી- વાવડી પર બાઈક પર પાછળ બેસીને જઈ રહેલી મહિલા અકસ્માતે પડી જતાં પાછળ આવી રહેલ ડમ્પરનાં વ્હીલ નીચે આવી જતાં તેણીનું મોત થયાનું જાહેર
થયું છે.
વિગત એવા પ્રકારની છે કે શૈલેષભાઈ વીરાણી તેની માતા ચંપાબેનને પાછળ બેસાડીને બાઈક પર જઈ રહૃાા હોય ત્યારે દોલતી-વાવડી માર્ગ પર ચંપાબેન અકસ્માતે પડી જતાં પાછળ આવી રહેલ ડમ્પરે બંનેને હડફેટે લેતાં ચંપાબેનનું સ્થળ પર જ મોત થયુ હતું અને શૈલેષભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.