મેંદરડા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ

યાર્ડમાં પ્રથમ દિવસે જ 3000 બોકસ કેરીની આવક
કોડીનાર, તા. 17
મેંદરડા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ પ્રથમ દિવસે સારી કેસર કેરીના બોકસનો ભાવ રૂા.250 થી 800 સુધી રહ્યા. માર્કેટમાં પહેલા દિવસથી જ 3000 થી વધુ બોકસની આવક શરૂ થઈ હતી તેમજ હજી પણ તા.20ની આસપાસ 5000 થી પણ વધારે બોકસની આવક શરૂ થશે તેમજ ભાવ પણ ઘટસે રૂા.200 થી 500 સુધીનો ભાવ ગણાશે અને અવરેજ અત્યારે કેરીનો ભાવ 350 રૂા. ભાવ રહ્યો હતો મેંદરડા માર્કેટમાં હરરાજીનો પ્રારંભ થતા જ અન્ય ગામોમાંથી ખેડુતો કેરીના બોકસ વેચાણ માટે લાવ્યા હતા. ઉલેખનીય છે કે ગત સાલ કેરીની હરાજીના પ્રથમ દિવસે કેસર કેરીના બોકસની આવક તથા સારી કેરીના ભાવમાં નોધનીય વધારો થતા ઉત્પાદક કિસાનોએ સંતોષ વ્યકત કર્યો હતો અને આ વખતે મોટા ફળોની આવક શરૂ થઈ હતી. દર વર્ષની જેમ આ વખતે પણ મેંદરડા માર્કેટમાં કેરીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ તાલાલા, સાસણ, મેંદરડાથી દરરોજ ટન મોઢે કેરી બહાર મોકલવામાં આવે છે. કોડીનાર યાર્ડમાં કેસર કેરીની હરરાજી પ્રારંભ થયો. (તસ્વીર: ગૌતમ શેઠ-મેંદરડા)