વકીલ કિરીટ જોશીએ મૃત્યુ પર્યંત અસીલોને અપાવ્યો ન્યાય

હત્યાના આગલા દિવસે ખંભાળિયા કોર્ટમાં બે કેસોમાં ફરી ધારદાર દલીલો

ડબલ મર્ડર કેસ અને શૌચાલય કૌભાંડમાં આરોપીઓને સજા : મૃત્યુ પછી અદાલતમાં આવ્યો ચુકાદો
જામનગર તા,17
જામનગરના અગ્રણી એડવોકેટ કિરીટ જોષીની નિર્મમ હત્યા નિપજાવાઇ હતી જે એડવોકેટ દ્વારા ખંભાળીયાની અદાલતમાં હત્યાના બનાવના આગલા દિવસે એટલે કે તા. : 27-04-2018ના દિવસે જુદા - જુદા બે કેસોમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી અને તેઓ મૃત્યુ પર્યંત પોતાના અસીલને ન્યાય અપાવવામાં તત્પર રહ્યા હતા ઉપરોકત બન્ને કેસોમાં તેમણે પોતાના અસીલને ન્યાય અપાવ્યો હતો જે ચુકાદો સાંભળવા માટે પોતે જિલ્લામાં હાજર રહ્યા ન હતા તેમના મૃત્યુ ના બનાવ પછી તુરતજ તેમની ફેવરમાં ચુકાદો આવ્યો હતો.
જામનગર અગ્રણી એડવોકેટ કિરીટ એચ. જોષી દ્વારા છેલ્લા 19 વર્ષથી કાયદાકિય પ્રેકટીસ કરતા હતા અને ખાસકરીને કિમીનલ કેસ માટે તેમનું સારૂં એવું પ્રભુત્વ હતું. જામનગર શહેર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા સહિતના અનેક કેસોમાં તેમણે પોતાના અસીલને ન્યાય અપાવવા માટે સારી એવી મહેનત કરીહતી અને મોટામોટા તમામમાં સફળ રહીને નામના કમાઇ હતી જામનગરના 100 કરોડની જમીનના હાઇ પ્રોફાઇલ કેસમાં પણ તેમણે છેક દેશની સર્વોચ્ચ અદાલત સુધીના કેસ પોતાના અસીલને ન્યાય અપાવવામાં સફળતા હાંસલ કરી હતી જોડે તેઓ કાયદાનો જંગ જીતી ગયા હતા પરંતુ ગુજરાત ભૂ-માફિયાના કારણે જીંદગીનો જંગ હારી ગયા હતા.
તેઓની ક્રુરતા પુર્વક હત્યા નિપજાવી તે બનાવ એટલે કે તા. 28-04-2018ના દિવસ થી એક દિવસ પહેલા શુક્રવાર તા. 27-04-2018ના દિવસે ખંભાળીયાના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી બી. બી. પાઠકની અદાલતમાં દાતા ગામના ડબલ મર્ડર કેસના એક પ્રકરણમાં તેમજ ઓખાના સૌચાલય કૌેભાંડ સહિતના જુદા જુદા બે કેસોમાં પોતાના અસીલોને ન્યાય અપાવવા માટે ધારદાર દલીલો કરી હતી અને તેનો ચુકાદો માત્ર શનિ- રવિવારની રજાના કારણે આપવાનો બાકી રહ્યો હતો પરંતુ શનિવારની રાત્રેજ તેમના પર જીવલેણ હુમલો થઇ ગયો હતો અને તેમની હત્યા નિપજાવાઇ હતી ઉપરોકત બંને કેસોમાં તેઆપના અસીલની તરફેણમાંજ જજમેન્ટ આવ્યુ હતું અને પોતાના અસીલને અંતીમ દલીલો કરી ન્યાય અપાવતા ગયા હતા જે ચુકાદાઓ આવ્યા ત્યારે તેમણે આ દુનિયા છોડી દીધી હતી હત્યાનો ભોગ બનેલા એડવોકેટ કિરીટ જોષીના નાના ભાઇ અશોકભાઇ જોષી પોતાનાભાઇની હત્યાના બનાવમાં સમગ્ર જોષી પરિવારને ન્યાય મળી રહે તે માટેની લડત ચલાવી રહ્યા છે તેઓપણ વ્યવસાયે વકીલ છે અને છેલ્લા છ વર્ષથી એડવોકેટ કિરીટભાઇની સાથેજ પ્રેકટીસ કરે છે જેને કિરીટભાઇ જોષીના એસોસીએટસની અન્ય વકીલોની સમગ્ર ટીમ સાથે કિરીટભાઇ જોષી હસ્તકના ચાલી રહેલા બાકીના કેસામાં લડતની પ્રકિયા પુરજોષમાં આગળ ધપાવવાનું બીડું જડપી લીધું છે.