દો હાથ કો કામ : જામનગર ખાતે ગુરૂવારે એપ્રેન્ટીસ ભરતી મેળો


ધો.10-12,
આઈટીઆઈ કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો તેમાં ભાગ લઇ શકશે
જામનગર તા,17
ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા એપ્રેન્ટીશ ભરતીમેળો તા.22 મે 2018 ગુરૂવારના રોજ સવારે 09:30 કલાકે એમ.પી.શાહ લો કોલેજ, તન્ના હોલ, સાત રસ્તા, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
આ એપ્રેન્ટીશ ભરતીમેળામાં જુદા જુદા એપ્રેન્ટીશ પર રાખનાર ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. આ એપ્રેન્ટીશ ભરતીમેળામાં ધોરણ 10-12, આઇ.ટી.આઇ. કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા 18 થી 35 રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પસંદગી કરશે.
આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવુ. આ એપ્રેન્ટીશ ભરતીમેળામાં રોજગાર કચેરી જામનગર ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકાશે. રજીસ્ટ્રેશન સવારે 09:30 કલાકે સ્થળ પર જ કરવામાં આવશે જેની ઉમેદવારોએ નોંધ લેવા મદદનીશ નિયામક(રોજગાર), જામનગરની યાદીમાં જણાવાયુ છે
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના
વિવિધ એકમોના જુદા જુદા વ્યવસાયોમાં માંગ અનુસાર યુવાનોને તાલીમ આપી રોજગારીની તકોમાં વધારો કરવા માટે સરકાર તત્પર છે તેમજ ઔદ્યોગિક એકમો અને તેમાં એપ્રેન્ટીસ તરીકે તાલીમ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત http://matsgujarat.orgનામનું વેબપોર્ટલ શરૂ કરાયુ છે. આ વેબપોર્ટલ પર એકમોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી તેમના એકમના ટ્રેડ મુજબ ભરવાની થતી જગ્યાઓ દર્શાવવાની રહેશે. તેની સામે એપ્રેન્ટીસ તાલીમ લેવા ઇચ્છુક ઉમેદવારો પોતાની લાયકાતને અનુરૂપ એપ્રેન્ટીસ ટ્રેડ માટે જે તે એકમમાં નોંધણી કરાવી શકે છે.
એકમોને સરકારી ધારાધોરણ મુજબ સહાય તેમજ ઉમેદવારોને નિયત થયેલ સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે. તાલીમ પૂર્ણ થયે અખીલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ ઉમેદવારોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોઇપણ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીક જોડાવા ઇચ્છતા હોય તેઓએ નજીકની જીલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો.