જામનગરમાં આવાસ યોજના દસ્તાવેજ નોંધણી ફક્ત માન્ય વકીલો દ્વારાજ


મનપા દ્વારા તમામ લાભાર્થીઓને તાકીદ
જામનગર,તા.17
જામનગર મહાપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાનાં ફલેટનાં દસ્તાવેજોની નોંધણી કામગીરી શરૂ થઇ ગઇ છે. મનપા દ્વારા આજરોજ તમામ અરજદારોને દસ્તાવેજોની નોંધણી ફક્ત મહાપાલિકા પેનલ એડવોકેટ તરીકે માન્ય વકીલો દ્વારા જ કરાવવા તાકીદ કરવામાં આવી છે.
આ પૂર્વે 40 ચોરસ મીટરનાં ફલેટની દસ્તાવેજ નોંધણી કોઇપણ વકીલો દ્વારા થયે માન્ય ગણાવી તેવો નિર્ણય થયો હતો પરંતુ ગેરરીતી અને ગેરઉપયોગની શક્યતાએ મનપા દ્વારા હવે માત્ર મનપા માન્ય વકીલો દ્વારાજ નોંધણી કરાવવા તાકીદ કરવામાં આવી છે. નોંધણી માટે આધારકાર્ડ-પાનકાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝનાં 4 ફોટા, બિલ્ડીંગનાં ગેટનો ફોટો, ફાળવણી પત્રકની નકલ, ભરપાઇ કરેલી રકમની પહોંચ સહિતનાં આધાર-પૂરાવાઓ સાથે રાખવાનાં રહેશે.