લગ્ન માટે અધીરો બનેલો યુવાન તરૂણ વયની વાગ્દત્તાને ઉઠાવી ગયો

જૂનાગઢ તા.17
જૂનાગઢના ટીંબાવાડીની એક સગીર વયની તરૂણીના મંગેતરે તરૂણીને લલચાવી, ફોસલાવી બદકામ તથા લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જતાં સનસનાટી મચી જવા પામી છે. જૂનાગઢના ટીંબાવાડીમાં રહેતા એક પરીવારની 17 વર્ષની એક દીકરીની એક વર્ષ પહેલા માણાવદરના ભીંડોરા ગામે રહેતા હિતેષ શામળદાસ હરીયાણી નામના બાવાજી શખ્સ સામે સગાઇ થઇ હતી પરંતુ હિતેષ જલ્દી લગ્ન કરી દેવાનું દબાણ કરતો હતો. જ્યારે યુવતીની માતા દીકરીના 18 વર્ષ પૂર્ણ થશે એટલે લગ્ન કરી દેશે તેવું જણાવતા હતા ત્યારે લગ્નઘેલા થયેલા હિતેષને લગ્ન કરવાની ઉતાવળ હોય તેથી સગીરાના વાલીનું કહેવું સારૂ ન લાગતા તેની મંગેતર સગીર હોવાનું જાણવા છતાં ફરીયાદીના વાલીપણામાંથી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના તથા લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયાની સગીરાની માતાએ સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણ કરનાર હિતેષન તથા સગીરાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.