પ્રિયંકા હવે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિષય પર ફિલ્મ બનાવશે ‘પાણી’

આ મરાઠી ફિલ્મને ડિરેકટ કરશે આદિનાથ કોઠારે મુંબઇ: પ્રિયંકા ચોપડાએ રિયલ લાઈફ સ્ટોરી પરથી તેની ચોથી મરાઠી ફિલ્મ ‘પાણી’ બનાવવાનું નક્કી કર્યું છે. ‘વ્હેન્ટિલેટર’, ‘કાય રે રાસ્કલા’ અને ‘ફાયરબ્રન્ડ’ બાદ પ્રિયંકા હવે ‘પાણી’ પર ધ્યાન આપી રહી છે. આ ફિલ્મમાં મહારાષ્ટ્રમાં જે જગ્યાએ દુકાળ પડ્યો હતો એ જગ્યાના લોકોની લાઈફ પર ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મને ઍકટરમાંથી ડિરેકટર બનેલો આદિનાથ કોઠારે ડિરેકટ કરશે. ફિલ્મને ડિરેકટ કરવાની સાથે તે એમાં ઍક્ટિંગ પણ કરી રહ્યો છે. લાતુરના દુકાળગ્રસ્ત વિસ્તારમાં રહેતી એક વ્યક્તિ અને તેના ગામની સ્ટોરી છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલદી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ વિશે પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું ત્યારે એ નક્કી કર્યું હતું કે અમે નવી ટલન્ટ અને સારી સ્ટોરીને લોકો સમક્ષ રજૂ કરીશું. ‘પાણી’ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે, કારણકે એ એક રિયલ-લાઈફ સ્ટોરી છે અને ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે.
પ્રિયંકાની આ ફિલ્મનું નામ પહેલાં શેખર કપૂરે રજિસ્ટર કરાવ્યું હતું. શેખર કપૂર ‘પાની’ સુશાંત સિંહ રાજપૂતને લઈને બનાવવાના હતા. આ ફિલ્મ બનાવવામાં ન આવતાં પ્રિયંકાએ એ નામનો ઉપાયોગ કરવા માટે જરૂરી પરવાનગી લઈ લીધી હતી. જોકે શેખર કપૂર હિન્દીમાં ફિલ્મ ‘પાની’ બનાવવાના હતા અને પ્રિયંકાની આ મરાઠી ફિલ્મ ‘પાણી’ છે.