કોચ શેન વોર્ને પણ રાજસ્થાન રોયલ્સને ‘બાય બાય’ કર્યું!

જયપુર: દુનિયાના દિગ્ગજ સ્પિનર્સમાંના એક ઑસ્ટ્રેલિયાના શેન વોર્ને ઈંઙક છોડીને પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની પૂર્વ ચેમ્પિયન ટીમ છછના માર્ગદર્શક વોર્ને મંગળવારે કોલકાતા વિરુદ્ધ મેચ દરમિયાન ફેયરવેલ મેસેજ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે.
તેમણે જણાવ્યું કે, હું પહેલા જ જવા માંગતો હતો
પરંતુ ટીમના માલિકોએ તેમની ટીકીટ રદ કરી નાખી હતી. પોતાની કેપ્ટનસીમાં આરઆરને એક વખત આઈપીએલ ટ્રોફી અપાવીને વોર્ને કોલકાતા વિરુદ્ધ મેચ દરમિયાન ફેયરવેલ મેસેજને પ્રશંસકોની સાથે સોશિયલ મીડિયા
પર શેર કર્યો હતો.
તેમણે લખ્યું કે, આરઆર ટીમનો આભાર માનું છું કે પરિવાર સાથે જોડાવવાનો મોકો આપ્યો. તેમણે આ સિઝનમાં ટીમ સાથે દરેક મિનીટનો આનંદ માણ્યો છે. વોર્ને વધુમાં લખ્યું કે, આ દરમિયાન નવા દોસ્ત પણ બનાવ્યા છે. આ સીઝનમાં અંતની મેચોમાં ટીમ સાથે રહેવું ખુબ સારું લાગ્યું. કમ ઓન બોયઝ, તમે આને હાંસલ કરી લીધો! વોર્ન મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મળેલી શાનદાર જીત પછી ઘરે જવાનું મન બનાવી લીધું હતું પરંતુ ટીમના માલિકોએ મારી ટીકીટ રદ કરાવી દીધી હતી. તેમણે ત્યારે જ ટ્વિટર પર લખ્યું હતું કે મંગળવારે ઈડન ગાર્ડન્સમાં આરઆર અને કેકેઆર વચ્ચે થવાવાળી આઈપીએલ મેચ તેમની આ સીઝનની છેલ્લી મેચ હશે.