બટલર-બેન સ્ટોક્સે રાજસ્થાનને કહ્યું અલવિદા

જયપુર તા,16
ઇન્ડિયન પ્રિમિયર લીગના પ્લેઑફમાં પહોંચવા માટે રાજસ્થાન રોયલ્સની આશાઓ લગભગ નિરાશામાં તબદીલ થઇ ગઇ છે. મંગળવારે સાજસ્થાન રોયલ્સને કલકત્તા નાઇટ રાઇડર્સની સામે 6 વિકિટે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ ટીમના મેન્ટર શેન વોર્ન, ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર અને ઑલ રાઉન્ડર બેન સ્ટોક્સ માટે અંતિમ મેચ હતી. બટલર અને સ્ટોક્સ સ્વદેશ પરત ફરીને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાશે.
બંને પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ સીરીઝ માટે ટીમનો હિસ્સો છે.તેવામાં શેન વોર્ન પણ રાજસ્થાન રોયલ્સનો સાથ છોડીને પરત પરી રહ્યા છે. આ ત્રણેયે પરત ફરતા પહેલા ટીમ માટે એક ભાવુક સંદેશ લખ્યો છે.
બટલર માટે આ સીઝન સારી રહી અને તેમણે સતત પાંચ અડધી સદી ફટકારી. તેના જ દમ પર ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં તેમની વાપસી થઇ છે.બટલરે ભારતથી રવાના થતા પહેલા લખ્યું કે, તમામનો આભાર. રાજસ્થાન રોયલ્સની સાતે રાસો સમય પસાર થયો. ભારતમાં ગત કેટલાંક અઠવાડિયા ખૂબ જ શાનદાર રહ્યા. સૌની સાથે વિતાવેલો સમય ખૂબ જ સારો રહ્યો.
તેવામાં સ્ટોક્સે કેકેઆરની સામે મેચ પહેલા જ રાજસ્થાન રોયલ્સ માટે એક ખાસ મેસેજ લખ્યો હતો. સ્ટોક્સે સાથે જ લખ્યું કે તે પોતાના પ્રદર્શનથી ખૂબ જ નિરાશ છે. પરંતુ તે ટીમ માટે જે કરી શકતા હતાં તે તેમણે કર્યુ.