ચાર બહેનોના એકના એક ભાઇએ ઝેરી દવા પી જીવતર ટૂંકાવ્યું

માતાએ કામ બાબતે ઠપકો આપતાં લાગી આવ્યું રાજકોટની ભાગોળે કુવાડવા ગામનો બનાવ, યુવાન પુત્રના મોતથી દલિત પરિવારમાં શોક
રાજકોટ,તા.17
રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇ-વે પર આવેલા કુવાડવા ગામે રહેતા ચાર બહેનોના એક ના એક ભાઇએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા દલિત પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને લાગી આવતા આપધાત કરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કુવાડવામાં રહેતાં કુમાર અરજણભાઇ ગોહેલ (ઉ.વ.18) નામના દલિત યુવાને ગત તો 1પ/5ના રાત્રે પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લેંતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા ગત રાત્રે તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમીક તપાસમાં મૃતક કુમાર ચાર બહેનોનો એકનો એક નાનોભાઇ હતો અને મજૂરી કામ કરતો હતો વધુ તપાસમાં તેના માતા ઘનીબેને કામ કરવા બાબતે કુમારને ઠપકો આપતા તેને લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે કુવાડા પોલીસ મથકના પીએસઆઇ આર.એલ.પટાણા અને રાઇટર હરસુખભાઇએ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરસ હતી જ્યારે યુવાન પુત્રના હોતથી દલિત
પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.