જસદણ હવેલીમાં અધિકમાસમાં કલાત્મક હિંડોળા દર્શનનો પ્રારંભ

સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણ ની પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની હવેલીમાં પુરુષોત્તમ માસ નિમિતે ઠાકોરજીના હિંડોળા દર્શન નો પ્રારંભ થયો છે. ઠાકોરજીની હિંડોળા ની દરરોજ અવનવી સજાવટ કરવામાં આવે છે. રોજ સાંજે સાત થી આઠ વાગ્યા સુધી હિંડોળા દર્શન દરમિયાન કીર્તનીયાઓ દ્વારા કીર્તનની રમઝટ બોલાવવામાં આવે છે. અધિક માસ દરમિયાન ફૂલના, શાકભાજીના, આસોપાલવના, સુકામેવાના, મોતિના, વાસણના, ઝરીના ફ્રુટના વગેરે અવનવા હિંડોળાની સજાવટ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો દર્શનનો લાભ લે છે. હિંડોળા ઉપરાંત પણ અનેક ઉત્સવો પુરુસોત્તમ મહિના દરમિયાન યોજાશે.
(તસવીર : ધર્મેશ કલ્યાણી -જસદણ)