17 જૂલાઈએ જોધપુરમાં સલમાન પર ડબલ ટેન્શન

મુંબઈ: કાળિયાર શિકાર અને આર્મ્સ એક્ટ મામલે અભિનેતા સલમાન ખાનની મુશ્કેલી વધી શકે છે. સલમાન ખાનને જોધપુરની સેશન્સ કોર્ટે કાંકણી હરણ શિકાર મામલામાં દોષી ઠેરવીને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. સલમાન હાલ જામીન પર મુક્ત છે, જ્યારે તેની સાથે જોડાયેલા ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલામાં પણ સલમાન પર કેસ ચાલી રહ્યો છે. તાજી માહિતી પ્રમાણે હવે આ બન્ને મામલાનની સુનાવણી એક સાથે થવાની છે. આર્મ્સ એક્ટના મામલામાં 18 જાન્યુઆરી 2017એ સીજેએમ કોર્ટે સલમાનને શંકાનો લાભ આપીને મુક્ત કર્યો હતો. આ ફેંસલા પાછલ સરકારે જિલ્લા અને સેશન કોર્ટે જોધપુર જિલ્લામાં અપીલ કરી છે, જ્યારે હરણ શિકાર પ્રકરણમાં સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવી છે, જેની આગામી સુનાવણી 17 જાન્યુઆરીએ થવાની છે. આ બન્ને મામલામાં સાક્ષી અને અભિયુક્ત એક જ છે. મામલાની પ્રકૃતિ લગભગ સમાન છે, માટે બન્ને મામલાની સાથે સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સલમાન સામે આર્મ્સ એક્ટ મામલે રાજસ્થાનની જોધપુર કોર્ટે સુનાવણી કરી. બન્ને મામલાની સમાનતાને જોતા સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જિલ્લા સેશન કોર્ટ જજ ચંદ્રકુમાર સોનગરાને આગ્રહ કર્યો કે બન્ને મામલાની સુનાવણી એક સાથે કરવામાં આવે. હસ્તીમલ સારસ્વતે પોતાનો પક્ષ રજૂ કરીને જણાવ્યું કે કાંકણી હરણ શિકાર મામલામાં અપીલ પર પણ આગામી 17 જુલાઈએ રજૂ કરવામાં આવે, માટે આ મામલાને પણ તેમની સાથે સંભળાવવામાં આવે. કોર્ટે સલમાનના વકીલના આગ્રહને સ્વીકારીને આર્મ્સ એક્ટ અને કાંકણી હરણ શિકાર
મામલે સુનાવણી એક જ
દિવસે 17 જુલાએ સંભળાવવાનો નિર્ણય કર્યો છે.