સરકારી જન ઔષધિ કેન્દ્રો ‘ખાનગી’ના હવાલે

ગુજરાતમાં ચૂંટણી ટાણે મોટા ઉપાડે શરૂ કરેલા સસ્તી દવાના સ્ટોર્સ ખોટ કરતા હોઈ સરકાર બારોબાર પધરાવી દેવા માંગે છે: કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા અમદાવાદ,તા.17
રાજ્ય સરકારનું વધુ એક સાહસ નિષ્ફળ ગયુ છે. રાજ્યના જન ઔષઘી કેન્દ્રો ખાનગી કંપનીને સોંપી દેવા સરકારે ઠરાવ કર્યો છે. નુકશાનના નામે ખાનગી કંપનીને સોંપી દેવાનો સરકારનું કારસ્તાન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રાજ્યમાં બાવન જન ઔષઘી કેન્દ્રો ઉપલબ્ધ છે. આ જન ઔષઘી કેન્દ્રો એચએલએલ કંપનીને સોંપવા સરકારે ઠરાવ કર્યો છે. મહત્વનુ છે કે કે સરકારે જન ઔષધી કેન્દ્રોની જાહેરાત પાછળ 12 કરોડનો ખર્ચો કર્યો તો. રાજયમાં 42 કરોડ રૂપિયાના ખર્ચે 52 જન ઔષધી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. મોટાભાગ ના સ્ટોર પર દવાઓ ના મળતી હોવાની દર્દીઓની હતી ફરિયાદ હતી. આવામાં કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ છે.
સામાન્ય માનવીને આરોગ્ય વિષયક દવાઓ અને સાધનો પોસાય તેવા દરે સરળતાથી મળી રહે અને જેનરિક દવાના સ્ટોર્સને પ્રોત્સાહન મળે તેવી મોટી મોટી ખોટી ખોટી જાહેરાતો ચૂંટણી સમયે 1ર કરોડ રૂપીયા કરતાં વધુનાં ખર્ચે હોર્ડીગ્સ અને અન્ય રીતે પ્રસિધ્ધ કરનારના મોટા ભાગના જન ઔષધી સ્ટોર્સમાં દવાઓ મળતી નથી અને ચાલતા નથી તેવા તા.8-પ-ર018ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનાં પરીપત્રમાં નિષ્ફળતાનુ સ્વીકારનામું છે ત્યારે, રૂા.1ર કરોડની મોટી મોટી ખોટી ખોટીજાહેરાતો અને રૂા.30 કરોડના સરકારી તિજોરીના નાણાના વેડફાટ અંગે ભાજપ સરકાનો હિસાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતુ કે ભાજપ સરકારે ચુંટણી નજીક આવતા અનેક જાહેરાતોની તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ઓગસ્ટ ર016 મા ‘જન ઔષધી સ્ટોર્સ’ના નામે ઉદઘાટનો કર્યા. જે બાવન જેટલા ‘જન ઔષધી સ્ટોર્સ’ સરકારી હોસ્પિટલના પરિસરમાં જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી આજે ર0 મહીના કરતાં વધુ સમય થયો હોવા છતા જન ઔષધીસ્ટોર્સ માં મોટા ભાગની દવાઓ દર્દીઓને મળતી નથી. ઓછા ભાવે જૈનરીક દવાઓ મળશે. તે અપેક્ષાએ જન ઔષધી સ્ટોર્સ મા મોટા ભાગની દવાઓ દર્દીઓને મળતી નથી. ઓછા ભાવે જેનરીક દવાઓ મળશે તે અપેક્ષાએ જન ઔષધી સ્ટોર્સ માં જનાર દર્દીના પરીવારજનોને નિરાશ થઈને પરત થવુ પડે છે. જન ઔષધી સ્ટોર્સમાં ઉપલબ્ધ દવાઓના ભાવો મનફાવે તે રીતે વસુલાય છે. એકજ દવાનાં દરેક જેનરીક સ્ટોર્સમાં અલગ અલગ કીંમત તે સ્ટોર્સના સંચાલકો વસુલે છે.
ગુજરાત રાજયમા રર વર્ષથી શાસન કરનાર ભાજપ સરકારમાં પ્રાથમીક, સામુહીક, આરોગ્ય કેન્દ્રનુ માળખુ સંપુર્ણ પણે પડી ભાંગ્યું છે. સરકારી હોસ્પીટલ અને સિવીલ હોસ્પીટલમાં પણ તબીબી સેવાનુ સ્તર કથળીગયું છે. વિવિધ સેવાઓના નામે દર્દીઓ આગળથી બેફામ નાણાઓ વસુલાય છે. સરકારી સિવીલ હોસ્પીટલોમાં દર્દીઓના પરિવારજનો પાસેથી જે નાણા વસુલાય છે તેનો હિસાબ મળતો નથી. રાજયમાં બ્રાઉનફિલ્ડના નામે કરોડોરૂપીયાનાં સરકારી ખર્ચે ઉભી થયેલી મોટી હોસ્પીટલો પોતાના મળતીયાઓને ખાનગી મેડીકલ કોલેજ ઉચી ફી સાથે શરૂ કરવા માટે ભાજપ સરકાર ભેટ સ્વરૂપે આપી રહી છે. જેમા ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે સાડા ચાર લાખથી સાત લાખ જેટલી ફી વસુલાય છે. ભાજપ સરકારે આ જ રીતે પ્રધાનમંત્રી રાહત ફંડમાથી ભુજની 300 કરોડના ખર્ચે ઉભી થયેલ અન્ય આધુનીક હોસ્પીટલ પોતાના વ્હાલા ઉદ્યોગપતિને ભેટ આપી દીધી છે. જે ઉદ્યોગગૃહ ગુજરાતનાં વિદ્યાર્થીઓ પાસેથી પાંચ લાખથી સત્તર લાખ જેટલી ફી વસુલી રહી છે.