રાજકોટની મહિલા સાથે 69 લાખની છેતરપીંડી

જેતપુરની બેંકમાંથી 30 લાખને બદલે 99 લાખની લોન ઉપાડી બે શખ્સો ઠગાઈ કર્યાની ફરિયાદ
જેતપુર તા.17
જેતપુરની દેના બેંકમાંથી 30 ને બદલે 99 લાખની લોન રાજકોટની મહીલાના નામે ઉપાડી લેતા મેનેજર સહીત રાજકોટના બે સામે ફરીયાદ થતા ચકચાર મચી ગઇ છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ અઢી વરસ પહેલા જેતપુરની દેના બેંકની શાખામાંથી પોતાના પુત્ર માટે ટ્રક લેવા માટે
રાજકોટની મહિલા કાન્તાબેન ચાવડાએ રાજકોટના બે શખ્સો દિગ્વીજયસિંહ ચુડાસમા સાથે વાત કરતા દિગ્વીજયસિંહે જેતપુરની દેના બેંકમાંથી લોન અપાવી દઇશ એમ કહી કાન્તાબેનના મકાનની ફાઇલ જોવા લઇ લીધી હતી. અને પછી જેતપુર દિગ્વીજયસિંહ અને તેનો ભાઇ ઇન્દ્રસિંહ આવેલ અને બેંક મેનેજર સુરેશચંદ્રએ કાન્તાબેનને વાત કરી 30 લાખની લોન આપેલ હતી. બાદમાં કાન્તાબેને 30 નહીં પણ 99 લાખની લોન લીધી છે તેવા કાગળો આવતા કાન્તાબેન હેબતાઇ ગયા હતા. અને તુરંત જેતપુર દેના બેંકમાં દોડી ગયા હતા. પણ કોઇએ સરખો જવાબ આપેલ ન હતો. પોતે છેતરાઇ ગયાની જાણ થતાં જેતપુર સીટીમાં કાન્તાબેને દિગ્વીજયસિંહ અને તેના ભાઇ ઇન્દ્રસિંહ અને બેંક મેનેજર સુરેશચંદ્રએ પોતાની સાથે છેતરપીંડી કરેલ હોવાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.