એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓ માટે સંસ્કાર સભર સ્પોર્ટસ સમર કેમ્પ

સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠિાનમ અમદાવાદની નુતન શાખા એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે પુરાણી બાલકુષ્ણજી સ્વામીની પ્રેરણાની અને શા. ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે તા. 7 મેથી એક માસ પર્યત સ્પોર્ટસ સમર કેમ્પ ચાલી રહેલ છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડયા છે. છાત્રોને અનુભવી કોચ દ્વારા હોર્સ રાઇડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ ફુટબોલ, બાસ્કેટ બોલ, સ્કેટીંગ વગેરે શીખવાડવામાં આવી રહેલ છે. વિદ્યાર્થીઓને આપવા જવા માટે બસ સુવિધા રાખેલ છે.