સનખડામાં હવે ઝરખ ત્રાટકયું

પાંચને બચકા ભરતા ફફડાટ: ઘાયલોને તાત્કાલીક સારવારમાં હોસ્પીટલે ખસેડાયા
ઉના તા.17
ઉનાના સનખડા ગામની સીમમાં બદાયુ વાડીનામના વિસ્તારમાં મકાન ધરાવતા બોધાભાઇ ગોહીલના પરીવારના મહીલા લખુબેન બોધાભાઇ ગોહીલ ઉ.વ.65 વક્તુબેન ઉકાભાઇ ગોહીલ ઉ.વ.50, લણુબેન બાબુભાઇ ગોહીલ ઉ.વ.38 કૃપાલસિંહ ગંભીરસિંહ ઉ.વ.6, ધવલસિંહ જશુભાઇ ઉ.વ.12 રહે. સનખડા પોતાના પરીવાર સાથે ધરની બહાર કામ કરતા હતા
આ વખતે મોડી સાંજના સમયે જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા જરખ નામના જંગલી પ્રાણ્રીએ હુમલો કરી દેતા અને એકજ પરીવારના પાંચ જેટલા સભ્યને બચકા ભરી ગંધીર ઇજા પહોચાડતા ભારે નાસભાગ મચી ગયેલ અને જરખ જેવા પ્રાણીને માંડ મુસીબતે ભગાડી નાના બાળકોનો બચાવ કરેલ હતો. આ ધટના બનતા અને તેની જાણ ઉના 108 એમ્બ્યુલન્સના ઇએમટી કલ્પેશ પટેલ અને પાઇલોટ ગૈતમભાઇઇને કરાતા તાતકાલીક ધટના સ્થળે દોડી જતા ઇજાગ્રસ્તને સરકારી દવાખાને સારવારમાં ખસેડાયેલ છે.
આ જંગલી પ્રાણીના હુમલાના કારણે નાના બે બાળકોને મોઢા પર ગંભીર ઇજા થયેલ હતી. જ્યારે ત્રણ મહીલાઓને જરખ જેવા વન્યપ્રાણીએ સામાન્ય ઇજા કરેલ છે.
ઉના તાલુકો ગીરજંગલ નજીક હોય અને જંગલ બોર્ડર વિસ્તારમાં આવેલા ગામોમાં આજ સુધી દીપડા, સિંહ જેવા વન્ય ખૂંખાર પ્રાણીઓ લોકો અને પશુઓ પર હુમલો પહોચાડી ઇજા કરી મોતને ધનટ ઉતારતા હોવાના કિસ્સાઓ બનેલ છે. પરંતુ જંગલ વિસ્તારમાં વસ્તા શિયાળ, જરખ જેવા વન્યપ્રાણી લોકોને ઇજા કરતા હોય તેની પ્રથમ ધટના અને કર્મચારીને થતા સનખડા વિસ્તારની સીમમાં દોડી જઇ આ હુમલો કરનાર જરખ છેકે શિયાળ તે અંગેની શોધખોળ શરૂ કરી છે. સામાન્ય રીતે આ પંથકમાં વારંવાર વન્યપ્રાણીની રંજાડ અને લોકો પર હુમલાઓની ધટના બનતી રહે છે. તેમ છતાં સરકારી દવાખાનામાં વન્યપ્રાણી કરડવા અને હુમલામાં ઇજા પામનાર દર્દીને આપવાના થતા ઇન્જેક્શનનો જથ્થો રખાતો ન હોવાના કારણે દર્દીઓને ફરજીયાત રિફર કરી દેવાતા હોય આ બાબતે જીલ્લા આરોગ્ય વિભાગએ આ વન્યપ્રાણીનો ભોગ બનનાર દર્દીઓ માટે જરૂરછ દવાનો જથ્થો સ્ટોકમાં આપે તેવી પણ માંગ ઉઠી રહી છે.