ગોંડલમાં ન્યાયનીદેવીની પ્રતિમા ખંડિત થતા વકિલો ભારે ખફા

અસામાજીક તત્વો સામે હવે ન્યાયની દેવી પણ અસુરક્ષીત સત્વરે નવિ મૂર્તિ સ્થાપિત કરવાની માંગ સાથે વકિલોના સુત્રોચ્ચાર
ગોંડલ તા.17
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા થોડા સમય પહેલાં કોર્ટ કંપાઉન્ડની બાજુમાં આવેલ ચોકમાં ન્યાય ની દેવીની પ્રતિમા મૂકવામાં આવી હતી આ પ્રતિમાને કોઇ આવારા તત્વો દ્વારા ખંડિત કરી નખાતા વકીલ મંડળમાં રોષની લાગણી ફેલાવા પામી છે પ્રતિમા સમક્ષ વકીલો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાલિકા તંત્ર ન્યાય ની દેવી ની પ્રતિમા નવી મૂકે તેવી માંગ
કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આવારા તત્વો દ્વારા શહેરમાં ખુલ્લેઆમ કાનૂન ભંગ કરવામાં તો આવી જ રહ્યો છે ત્યારે ગતરાત્રીના આવારા તત્વો એ હદ વટાવી નવા બનેલા કોર્ટ કમ્પાઉન્ડ પાસે ચોકમાં ન્યાયની દેવી ની મૂર્તિ ને ખંડિત કરી તેમનો હાથ તોડી નાંખી તેમ જ દેવીના હાથમાં રહેલ તલવાર ચોરી લઈ જતા વકીલ મંડળ સાથે શહેરીજનોમાં રોષ ફેલાવા પામી હતો. આજરોજ સવારના સુમારે બાર કાઉન્સિલના પ્રમુખ જે.બી કાલરીયાની આગેવાનીમાં વકીલ મંડળોએ પ્રતિમા પાસે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાલિકાતંત્ર દ્વારા તાકીદે નવી પ્રતિમા મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
બાર એસોસીએશનના પ્રમુખ જેવી કાલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે નવા કોર્ટ કમ્પાઉન્ડ પાસે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ હોય છે તેમ છતાં પણ આવારા તત્વો દ્વારા ન્યાયની દેવીની પ્રતિમા ખંડિત કરી અપમાન કરવામાં આવ્યું છે આવા આવારા તત્વોને કડક સજા થવી જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી. (જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ)