સાયલા નજીક કાર પલ્ટી જતા મામા-ભાણેજના મોત: 4 ઘાયલ

ઉંઝાથી સોમનાથ જવા નીકળેલા પરિવારને ઓવર ટેઈક કરવા જતા અકસ્માત નડયો
વઢવાણ, તા. 17
સાયલાના આયાગામ પાસે ઉંઝાથી સોમનાથ દર્શને જતા પરિવારને અકસ્માત નડતા મામા માણેજના મોત નિપજયા હતા અને ચારને ઈજા પહોંચી હતી.
આ અંગે હકીકત એવી છે કે ઉઝા ગામથી સોમનાથ જવા માટે મારૂતી સ્વીફટ કાર નં.જી.જે.3 એ.પી.220 લઈને ઓમપ્રકાશ વાળા પરિવાર સાથે ઉંઝાથી સોમનાથ દર્શન કરવા જતા હતા.
આ સમયે સાયલાના આયા ગામના બોર્ડ પાસે આગળ જતા વાહનને ઓવર ટેઈક કરવા જતા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર કુદી રોંગ સાઈડ પલ્ટી ગઈ હતી અને બે મોત થયેલ છે.
આ અકસ્માતમાં કારમાં સવાર ઓમપ્રકાશ ઉ.વ.36 ઉના, અંશ પ્રાણાનંદ વાદોરા કુબાવત ઉ.વ.53 અંશભાઈ આ પરિવારના ભાણેજ થાય છે તેઓ ચંદાવતી ગંજ આવેલ ઈન્દોરથી મામાને ફરવા આવેલા અને ઉંઝાથી મામા સાથે સોમનાથ જતા હતા ભારે રસ્તામાં મોત થયુ હતુ. આમ મામા માણેજના મોત થયા છે. જયારે ઘાયલમાં ઓમ પ્રકાશજી પુત્ર રૂદ્રાતી ઓમ પ્રકાશભાઈના પત્ની સુનિતાબેન પુત્રી અનિતા ઘાયલ થયેલ છે સાયલા પીએસઆઈ સોલંકી અને જયપાલસિંહ ઝાલા તુરત જ ઘટના સ્થળે પહોંચી પીએમની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરી
સુરેન્દ્રનગર આંબેડકરનગરમાં રહેતા ગોવિંદભાઈ ગેલાભાઈ પરમાર ગરમીના કારણે મકાનના ધાબે સુતા હતા ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રૂા.120 રોકડા 500 નો મોબાઈલ 1700 ની મતા ઉઠાવી ગયા. આ ગોવિંદભાઈની માતા બગસરાની ચીજ વસ્તુઓનો વેપાર કરતા હોવાથી તસ્કરો ઉઠાવી ગયા હતાં. બાજુમાં રહેતા સુનિલ નારણભાઈના ઘરને નિશાન બનાવી રોકડા 22000 તેમજ 1500 ની કિંમતનું મંગલસુત્ર સહિત 23500 ની ચોરી ગયાની ફરીયાદ થતા પીએસઆઈ વી.વી.કલોનરા કરે છે.