ભુજ નજીક જીપ પલ્ટી જતાં બેના મોત: 10 ઇજાગ્રસ્ત

ચોટીલાથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત
ભુજ તા.17
ભુજના પઘ્ધર ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત રસ્તામાં ખાડા ઉતરેલા શ્ર્વાનને બચાવવા જતાં થયો હોવાનું બહાર આવ્યું છે બપોરે ર વાગ્યાના અરસામાં પઘ્ધર પોલીસ મથકથી અડધો કી.મી. દુર શામજીભાઇ ખુંગલાની વાડી પાસે દુર્ધટના ઘટી હતી.
જેમા ચાલક સહીતના 1ર યાત્રાળુઓ ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે એકાએક કૂતરું આડે ઉતરતાં તેને બચાવવા જતાં જીપ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જીપ પલ્ટી ખાઇને રોગ સાઇડમાં ઝાડ સાથે અથડાઇ પડી હતી.
અકસ્માતમાં નખત્રાણા તાલુકાના વરમસેડા ગામના 60 વર્ષિય વેલાભાઇ મમુભાઇ રબારી અને 65 વર્ષીય વેલુબેન કાનાભાઇ રબારીના મોત નિપજયા હતા. તો પાંચ મહીલા અને બે બાળકો સહીત દસ જણાંને ફેકચર સહીતની હળવી ભારે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘાયલોમાં બે જણાં ભુજ તાલુકાના કુરબઇ અને એક બાળક ભુજોડીનો રહીશ છે.
દુર્ધટના અંગે વરમસેડાના મણિબેન પચાણભાઇ રબારીના નિવેદનના આધારે પઘ્ધર પોલીસે જીજે 1ર ડીએ 7715 નંબરની જીપના ચાલક પાલાભાઇ સાજનભાઇ રબારી વિરુઘ્ધ ફરીયાદ નોંધી છે.
કચ્છની ઘટનામાં ઘાયલ લોકોની યાદી
(1) નાથીબાઇ દેવાભાઇ રબારી (ઉ.વ.50 રહે. વરમસેડા) (ર) આરખભાઇ વેલાભાઇ રબારી (ઉ.વ.60 રહે. વરમસેડા) (3) ભચીબાઇ દેવાભાઇ રબારી (ઉ.વ.65, રહે. કુરબઇ, ભુજ) (4) વજાભાઇ પાલાભાઇ રબારી (ઉ.વ.પપ, રહે. વરમસેડા ભુજ) (પ) અશ્ર્વિનભાઇ ભીમજીભાઇ રબારી (ઉ.વ.08 રહે. ભુજોડી) (6) મણિબેન પચાણભાઇ રબારી (ઉ.વ.32 રહે. વરમસેડા) (7) પાલીબેન મેઘજીભાઇ રબારી (ઉ.વ.25 રહે. વરમસેડા) (8) મેહુલ મેઘજી રબારી (ઉ.વ.05 રહે. વરમસેડા) (9) જીવાભાઇ પબાભાઇ રબારી (ઉ.વ.60) રહે કુરબઇ, ભુજ) (10) પાલાભાઇ સાજનભાઇ રબારી (ઉ.વ.60) વરમસેડા)