હવે નવાઝ શરીફને બોલવાની પણ મનાઇ

લાઇવ ભાષણો પર પ્રતિબંધ મૂકતી ઇસ્લામાબાદ હાઇકોર્ટ
ઇસ્લામાબાદ,તા.17
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની મુશ્કેલીઓ જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહી. હવે ઈલાહાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફના લાઈવ ભાષણો પર પ્રતિબંધ મુકવાની અરજીની સુનાવણીને મંજૂરી આપી દીધી છે.
આ અરજીમાં નવાઝ શરીફ દ્વારા વર્ષ 2008માં મુંબઈ હુમલાને લઈને આપેલા નિવેદનને લઈને કેસ નોંધવાની માંગણી પણ કરવામાં આવી છે.
નવાઝ શરીફે મુંબઈ હુમલાને લઈને આપેલા નિવેદન બાદ પાકિસ્તાન આખામાં હલચલ મચી જવા પામી હતી. નિવેદન બાદ પાકિસ્તાની સેના, આઈએસઆઈ પણ તુરંત હરકતમાં આવી ગઈ હતી અને હાઈલેવલની બેઠકો દૌર શરૂ થઈ ગયો હતો. ચારેકોરથી શરીફ પર ટીકાઓનો જાણે મારો ચાલ્યો હતો. એટલું ઓછું હોય તેમ પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (ઙઝઈં)ના નેતા અને વઈલ બાબર અવને સ્થાનિક વકીલોની મરજીથી એક અરજી ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં દાખલ કરી હતી.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 મે ના રોજ નવાઝ શરીફે કોર્ટ સામે રાષ્ટ્રિય સુરક્ષા સંબંધીત કેટલીક ગુપ્ત જાણકારીઓનો ખુલાસો કરવાની ધમકી આપી હતી. જેને લઈને અરજીમાં કોર્ટને દરખાસ્ત કરવામાં આવી છે કે, તે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજંસી (ઋઈંઅ)ને શરીફ વિરૂદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાના નિર્દેશ આપે. આ અરજીના સંબંધમાં જસ્ટિસ આમિર ફારૂખે ઋઈંઅના ડાયરેક્ટર જનરલ, પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (ઙયળિફ) અને પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (ઙઝઅ) પાસે જવાબ માંગ્યો છે. જજે પુછ્યું છે કે, શું કોર્ટ આ પ્રકારના કોઈ ભાષણ પર પ્રતિબંધ લગાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે પાકિસ્તાનના જાણીતા સમાચારપત્ર ડોન સાથેની વાતચીતામાં નવાઝ શરીફે સૌપ્રથમવાર સ્વિકાર કર્યો હતો કે, મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો અને તેમના દેશમાં આતંકવાદી સંગઠન સક્રિય છે. ત્યાર બાદ પાકિસ્તાનના રાજકારણમાં રીતસરનો ભૂકંપ સર્જાયો હતો.