8 વાછરડાને કતલખાને જતા બચાવી લેવાયાં; 2ના મોત

માળિયાહાટીનાના જંગર પાસે પોલીસ ત્રાટકી વાહનમાં નિર્દયતાથી બાંધીને કરાતી હતી પશુ હેરફેર: ગૌવંશ પર ક્રુરતાનો કિસ્સો, છ શખ્સો નાસી છૂટ્યા
જૂનાગઢ,તા.16
માળિયાહાટીના જંગર ગામ પાસેથી પોલીસે છાટોહાથી વાહનમાં ઠાઠામાં 10 ગૌવંશના જીવતા વાછરડા ભરીને હેરાફેરી કરતા ઝડપી લઇ બચાવી લેવાયા હતાં જ્યારે આ દરમ્યાન 6 જેટલા શીખ્સો નાસી છૂટતા તેમની સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો ગઇ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યે માળીયાથી 24 કીમી દૂર જંગર ગામ પાસે ધ્રાબાવડ રોડ ઉપર પોલીસે એક છોટા હાથીને રોકીને તલાસી લેંતા તેના ઠાઠામાં 10 ગૌવંશના વાછરડાને નિર્દયતાથી અતિ કૃર રીતે પગ તથા ગરદન અને મોઢા બાંધી કતલ કરવાના ઇરાદો હેરાફેરી કરી લઇ જતા હોવાનું જણાતાં આઠ જીવતા પશુઓનો બચાવી લેવાયા હતાં બેપશુઓ મરણ હાલતમાં મળી આવતાં છોટા હાથી તથા તેની મદદગારીમાંરહેલ એક મોટર સાયકલ કબજે લીધા હતાં જ્યારે પશુઓની હેરાફેરી કરનાર 6 શખ્સો નાસી છુટ્યાં હતાં જેની સામે ગુનોં નોંધી વીશેષ તપાસ હાથ ધરાઇ હતી