સૌરાષ્ટ્ર યુનિ.ના કર્મચારી પરિવારના નવા હોદેદારોની વરણી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી પરિવારના વર્ષ 2018-19ના નવા હોદેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમા પ્રમુખ તરીકે વિરલસિંહ પરમાર રિપીટ થયા છે. તેમજ મહામંત્રી જે.સી.શેરસીયા સતત ચોથા વર્ષે ચૂંટાયા છે. ઉપપ્રમુખ જય ટેવાણી, સહમંત્રી રણજીતસિંહ ચાવડા બીનહરીફ ચૂંટાયા તેમજ ખજાનચી અભિષેક મુલીયાણા, કારોબારી સભ્ય તરીકે આઇ.જી.ઝાલા, પુષ્પરાજસિંહ ઝાલા, હાર્દિક એરડા, અમિત પરમાર, રાજુ ભટ્ટી, પ્રશાંત ટીલાવત સહિતના હોદ્દેદારો જંગી બહુમતીથી વિજેતા થયા હતા.