આ ભારતીય બની શકે છે WhatsAppનાCEO

  • આ ભારતીય બની શકે છે WhatsAppનાCEO

વધુ એક ભારતીય ટેક્નોલોજી કંપનીના ચીફ બની શકે છે. તાજેતરના રિપોર્ટ્સનું માનીએ તો નીરજ અરોરા WhatsApp ના CEO  બની શકે છે. WhatsAppના સીઇઓનું પદ જેન કુકના છોડ્યા બાદ ખાલી પડ્યું હતું. રિપોર્ટ્સમાં જણાવાયું છે કે આ પદ માટે Google ના ભૂતપૂર્વ એમ્પ્લોય નીરજ અરોરાના નામ પર વિચારણા કરવામાં આવી છે.
જો નીરજ ચીફ બનશે તો વર્તમાન સમયમાં વિશ્ર્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓની ટોચ પર ભારતીય જોવા મળશે. હાલ Google ના ચીફ સુંદર પિચાઇ છે. તો માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા છે. આ ઉપરાંત, એડોબીના શાંતન નારાયણ પણ ટોપ પર છે.
એક અહેવાલમાં જણાવાયું છે, ‘સીઇઓ પદ માટે હોસ્ટિંગ બિઝનેસ એક્ઝિક્યુટિવ નિરજ અરોરા સંભવિત કેન્ડિડેટ હોઇ શકે છે. અરોરાએ ૠજ્ઞજ્ઞલહય માં કામ કર્યું છે. નીરજ 2011થી વો્ટસએપ સાથે છે. ‘નીરજ અરોરા આઇઆઇટી- દિલ્હી અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેશમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વર્ષ 2000માં એક ક્લાઉડ સોલ્યુશન્સ કંપની Accellion સાથે નોકરીની શરૂઆત કરી હતી.
અરોરાએ 2006માં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ ગ(આઇએસબી) થી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં એમબીએ કર્યું. ત્યારબાદ અરોરાએ ટાઇમ્સ ઈન્ટરનેટ લિમિટેડમાં 18 મહિના કામ કર્યું.