ઇન્ટરનેટ વિના વાપરી શકો છો વ્હોટ્સએપ અને ફેસબુક, ખરીદી લો આ સીમકાર્ડ

આજકાલ સ્માર્ટફોન લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયો છે અને ફોન સાથે ઇન્ટરનેટ હોવું પણ જરૂરી છે કારણકે ઇન્ટરનેટ વિના ફોન વાપરવાની મજા નથી આવતી! અહીં એક ટ્રિક જણાવીશું જેના દ્વારા ઇન્ટરનેટ વિના પણ વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર એપ ચલાવી શકશો.
ઘણીવાર ઇન્ટરનેટ ન હોવાને કારણે આપણે કોઈને વ્હોટ્સએપ પર ફોટો કે વીડિયો નથી મોકલી શકતા. પરંતુ આ ટ્રિકથી તમે ઇન્ટરનેટ વિના ચેટિંગ કરી શકશો સાથે મીડિયા ફાઈલ પણ શેર કરી શકશો.
આ માટે એક સ્પેશિયલ સીમકાર્ડ બજારમાં મળે છે જેની મદદ આખું વર્ષ ઇન્ટરનેટ વિના વ્હોટ્સએપ વાપરી શકો છો. આ સીમકાર્ડનું નામ છે ‘ચેટસીમ’. આ સીમકાર્ડને તમે આની વેબસાઈટ કે પછી કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકશો.
આ ચેટસીમની કિંમત 1,800 રૂપિયા છે. તમે એક વર્ષ સુધી આ સીમ વાપરી શકો છો એક વર્ષ બાદ ફરીથી રિચાર્જ કરાવવું પડશે.
આ સીમની મદદથી એક વર્ષ સુધી વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર, વી ચેટ, લાઈન, ટેલીગગ્રામ જેવી એપ ઇન્ટરનેટ વિના વાપરી શકો છો. આ સીમની ખાસિયત છે કે તમે કોઈપણ દેશમાં હોવ આ સીમ કામ કરશે.