BHIM એપ દ્વારા દર મહિને થશે 750 રૂપિયાની કમાણી

  • BHIM એપ દ્વારા દર મહિને થશે 750 રૂપિયાની કમાણી

દેશમાં કેશલેસને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ માટે સામાન્ય નાગરિકને ઘણા ફાયદાઓ પણ કરાવી રહી છે. હવે આ પ્રકારનો ફાયદો તેવા લોકોને અપાઈ રહ્યો છે જેઓ ઇઇંઈંખ એપ યુઝ કરે છે. જો તમે ભીમ એપથી ટ્રાન્જેકશન કરો છો તો દર મહિને 750 રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ માટે તમારે કઈ ખાસ નહીં કરવું પડે, માત્ર પૈસાની લેવડ દેવડ આ એપ દ્વારા કરવાની રહેશે.
આટલું જ નહીં, જો તમે હજુ સુધી ભીમ એપ ડાઉનલોડ કરીને ઉપયોગ કરવાનું શરૂ નથી કર્યું તો તમારા માટે એક ખાસ ઓફર છે. ભીમ એપ ડાઉનલોડ કર્યા બાદ જો તમે પહેલું ટ્રાન્જેકશન ઓછામાં ઓછું 1 રૂપિયાનું પણ કરો છો તો તમને 51 રૂપિયા મળશે.
નેશનલ પેમેન્ટ ઓફ ઈન્ડિયા (ગઙઈઈં) મુજબ જ્યારે પણ એક યૂનિક ટ્રાન્ઝેક્શન કરશો. જેમાં એક પોતાના યૂપીઆઈ આઈડીથી, બીજીવાર મોબાઈલ નંબરથી અને ત્રીજીવાર એકાઉન્ટ નંબરથી, તો તમને 25 રૂપિયા મળશે. જો કે આ માટે ઓછામાં ઓછી રકમ 100 રૂપિયા હોવી જોઈએ. આ રીતે તમે મહિનાના 500 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.
જો તમે ઓછામાં ઓછા 10 રૂપિયા પણ ભીમ એપ દ્વારા ટ્રાન્સફર કરો છો અથવા પછી કંઈક ખરીદો છો, તો પણ તમને કેશબેક મળશે. દર મહિને જો તમે 25થી વધારે પણ 50થી ઓછા ટ્રાન્ઝેકશન કરો છો તો તમને 100 રૂપિયા મળશે. જો તમે 50થી વધારે પણ 100થી ઓછા ટ્રાન્ઝેકશન કરો છો તો તમને સરકાર તરફથી 100 રૂપિયા મળશે. જ્યારે 100થી વધારે ટ્રાન્જેક્શન કરવા પર તમને 250 રૂપિયા સુધી આપવામાં આવશે.
ભીમ એપ દ્વારા ટ્રાન્ઝેકશન પર મળતો ફાયદો કેશબેક તરીકે મળશે. આટલું જ નહીં એક મહિનામાં વધારેથી વધાારે તમે 750 રૂપિયા સુધી કમાઈ શકો છો.
માત્ર તમને જ નહીં પરંતુ ભીમ એપ દ્વારા ચુકવણી કરવા પર વેપારીઓને પણ કેશબેક ઓફર મળશે.
વેપારીઓ અને દુકાનદારોને દર મહિને 1000 રૂપિયા સુધી કેશબેક મળશે.