એરટેલની નવી ઑફર, જીતી શકશો 2 કરોડ રૂપિયા

ટેલિકોમ સેક્ટરમાં જિયોની એન્ટ્રી થતાની સાથે જ તમામ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને લોભાવવાની હરિફાઇમાં લાગી ગઇ છે. જિયોની ગેમને ટક્કર આપવા એરટેલે હવે નવી ગેમ લોન્ચ કરી છે, જેમાં યુઝર્સ 2 કરોડ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે. કંપનીએ ‘એરટેલ ટીવી ફ્રી હિટ’ ગેમ લોન્ચ કરી છે જે એપ બેઝડ ક્વિઝ ગેમ છે. યુઝર્સે એન્ડ્રોઇડ મોબાઇલથી એરટેલ ટીવી એપમાં આ ગેમ રમી શકશે. આ ગેમમાં યૂઝર્સે આઇપીએલ ટી20 મેચ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. તમામ સવાલોના સાચા જવાબ આપનાર યૂઝર્સને ઇનામ મળશે.
‘એરટેલ ટીવી ફ્રી હિટ’ ગેમને મેચ પહેલા 7:30 વાગ્યે રમી શકાય છે. ગેમનું લાઇવ વર્ઝન પણ છે જેને મેચ ટેલીકાસ્ટ દરમિયાન રમી શકાય છે. આ ગેમ રમવા માટે યુઝર્સે એરટેલ ટીવી એપને અપડેટ કરવી પડશે અને ગેમ રમવા માટે ખુદને રજિસ્ટર કરવો પડશે. જે બાદ દરરોજ મેચ શરૂ થતા પહેલા રાત્રે 7:30 વાગ્યે યુઝર આ ગેમ રમી શકશે.
જણાવી દઇએ કે એપ ખોલવા પર એન્કર ભાગ લેનાર યુઝર્સને મેચ સાથે જોડાયેલા 11 સવાલો પૂછશે. જો તમે કોઇ સવાલનો જવાબ ન આપી શકો તો તમે લાઇફ લાઇન યુઝ કરીને ફરી ગેમમાં આવી શકશો. નોટિફિકેશન દ્વારા એરટેલ ગેમના વિજેતાનું નામ લોકોને જણાવવામાં આવશે. આ ગેમ આઇપીએલ ટૂર્નામેન્ટ સુધી ચાલશે, જેમાં યુઝર્સ દરરોજ પ્રાઇઝ મની જીતી શકે છે. જણાવી દઇએ કે કંપનીએ આ ગેમ જિયોને ટક્કર આપવા માટે રજૂ કરી છે. જિયોએ તાજેતરમા જ ‘જિયો પ્લે અલોન્ગ’ ગેમ લોન્ચ કરી હતી.