લક્ષ્યને વળગી રહેવાથી લક્ષ્યથી પણ આગળ પહોંચી શકાય છે: ડો.ભાવના જોશીપુરા

સુરેન્દ્રનગર આર પી પી ગર્લ્સ સ્કૂલમાં ચાર વર્ષની બાળા વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લે છે અને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. એજ વિધાર્થીની નવમા ધોરણમાં સ્ટેટ લેવલની વક્તૃત્વ સ્પર્ધા જીતી લાવે છે. આ રીતે અનેક સ્પર્ધા જીતનાર એ બાળાને ત્યારે ખબર ન હતી કે શાળાથી શરુ થયેલી આ યાત્રા તેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ અમેરિકા સુધી પહોંચાડશે.
સુરેન્દ્રનગરની એ નાનકડી બાળા એટલે રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી, શહેરના પ્રથમ મહિલા મેયર અને અખિલ હિન્દ મહિલા પરિષદના ઝોનલ ઓર્ગેનાઈઝર ડો ભાવના જોશીપુરા. તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મુખ્ય વક્તા તરીકે તેમની પસંદગી થઇ એ ખુબ ગૌરવપૂર્ણ બાબત રાજકોટ શહેર માટે છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુધીની પોતાની આ યાત્રાનો પ્રારંભ જણાવતા તેમણે કહ્યું કે નાનપણથી જ તેમને વાંચનનો ખુબ શોખ. ર.વ.દેસાઈ, મુન્શી, શરદ બાબુ, રવીન્દ્રનાથ ટાગોર, વગેરેને વાંચીને વિચારોથી સમૃદ્ધ થયા.ભણવામાં તેજસ્વી હોવાને કારણે ડોક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ કોલેજ કાળમાં થયેલ એક્સિડન્ટ નિમિત્ત બન્યો એડવોકેટ બનવા માટે.જમણા હાથમાં થયેલી ઇજાને કારણે લખી ન શકતા તેમણે સાયન્સ સ્ટ્રીમ બદલાવીને બી એસ
ઈ પછી એલ એલ બી અને એલ
એલ એમ થયા અને ડોકટર બનવાનું સ્વપ્ન "સોશિયલ ઈમ્પેક્ટ ઓફ વુમન એમ્પાવરમેન્ટ વિષય પર પી એચ ડી કરીને પૂરું કર્યું.
મૂળ સુરેન્દ્રનગરના અને માતા તારાબેન અને પિતા રતિભાઈના સાત સંતાનોમાં એક એટલે ડો. ભાવના જોશીપુરા.તેઓ પોતાની સફળતાની ઉંડાન માટે માતાપિતાનો આભાર માને છે તથા સારું સાસરું મળ્યું અને પતિ ડો.કમલેશ જોશીપુરાનો પણ સાથ મળ્યો,ઉપરાંત સાસુ કે જેમણે દરેક પ્રગતિ અને સફળતાને હૃદયથી વધાવી છે આમ ઘર પરિવારનો સહયોગ ડગલેને પગલે મળતો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ‘કમિટી ઓન સ્ટેટસ ઓફ વુમન’ વિષય પર વક્તવ્ય આપ્યું અનેક પડાવ પાર કર્યા બાદ થયેલ પસંદગી ગૌરવપ્રદ પસંદગીની જટિલ પ્રક્રિયા આ રીતે પાર કરી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથેની પસંદગીની પ્રક્રિયા ઘણી જ જટિલ હોય છે. બે વર્ષ અગાઉ જ બધીજ ઔપચારિકતા શરુ થયેલી અને છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી જવાની ઘડી સુધી લગભગ 900 જેટલા પ્રશ્ર્નોના જવાબો અને કઈ કેટલી માહિતી માંગ્યા બાદ વિશ્ર્વમાંથી અનેક મહિલાઓ રેસમાં હોવા છતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ડો.ભાવના જોષીપુરાની પસંદગી કરી એ ક્ષણ જિંદગીની યાદગાર પળ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં શું બોલ્યા ડો.ભાવનાબેન?
"ગ્રામ્ય વિસ્તારની મહિલા સમક્ષના પડકારો અને તકો આ વિષયને લઈને વૈશ્ર્વિક સ્તરની એ બેઠકમાં ડો ભાવના જોષીપુરાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના 800 જેટલા દેશના પ્રતિનિધિઓ સામે 30 મિનિટ ઇન્ટ્રોડક્શન અને 30 મિનિટ સ્પીચ અને 30 મિનિટ સુધી વિવિધ પ્રશ્ર્નોના જવાબ કુશળતાથી આપ્યા હતા. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓમાં પડેલી શક્તિ, હુન્નર તેમજ આવડતને વ્યવસાયગત સજ્જતા આપી શકાય એ વિષય સાથે તેમણે યુનોમાં પોતાની સ્પીચ આપી હતી અને મહિલાઓ શું થઇ શકે અને પ્રત્યેક દેશે શું કરવું જોઈએ તેની નિખાલસ ચર્ચા પણ કરી હતી.ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમન દ્વારા યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં ભારતની ગ્રામીણ મહિલાઓ વિશે ચાવી રૂપ વક્તવ્ય આપ્યું હતું તેમજ ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સ ઇવેન્ટમાં પણ મહિલાઓના અધિકારો સંદર્ભમાં વક્તવ્ય આપ્યું હતું. ડો.ભાવનાબેન જોષીપુરાની વ્યક્તિગત ફિલોસોફી લાખો ઘટના એવી બને છે જેમાંથી માણસ ઘડાઈ છે
શિખર પર ચઢવું હોઈ તો પેહેલા ચાલવું પડે છે.
લક્ષ્યને વળગી રહો છો તો લક્ષ્યથી પણ ઉપર પહોંચી શકાય છે.
ધર્મમાં સદાયે શ્રદ્ધા રાખો પણ અંધ શ્રદ્ધા તો બિલકુલ નહિ
મહિલાઓએ પણ પોતાના કામને પોતાની ઓળખ બનાવી જોઈએ
‘શ્રમેવ જયતે’ના સૂત્રને આત્મસાત કરો
મહિલાઓએ પણ હવે મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ અને નંબર વન પર રહેવા માટેની આદત બનાવી જોઈએ   મહિલાઓને ડો. ભાવનાબેન જોષીપુરાનો સંદેશ જીવનમાં આજે સંઘર્ષ જ માણસને ઘડે છે અને તમારે શું કરવું છે અને શું નથી કરવું એ બાબતે જ હમેંશા સ્પષ્ટ રહો.સફળતાનાં પાંચ સૂત્રો મહિલાઓએ આત્મસાત કરવા જોઈએ જેમાં આત્મ નિર્ભર,સ્વાવલંબન, સ્વસહાય,
સ્વ શક્તિ અને સ્વ બુદ્ધિ આત્મસાત કરી લે તો જિંદગીમાં વાંધો નહિ. 2030 સુધીમાં પુરુષ અને સ્ત્રીનો જન્મ દર એક સમાન બની રહે તે લક્ષ્યાંક ભાવનાબેનની સફળ કારકિર્દીની આછેરી ઝલક
સુરેન્દ્રનગર બાર એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ,પ્રથમ મહિલા હોમગાર્ડ ઓફિસર અને સૌથી નાની વયે નગર પાલિકામાં અપક્ષ ચૂંટાઈને વિવિધ સમિતિઓના ચેરપરસન તરીકે સેવા આપેલ
"સ્વાવલંબી મહિલા સુખી પરિવારના મંત્ર સાથે સ્વાવલંબન કેન્દ્ર શરુ કરીને મહિલાઓને સ્વનિર્ભર અને સક્ષમ બનવાનુ કાર્ય કરી રહ્યા છે
મહિલાઓને મફતમાં કાનૂની સલાહ પુરી પાડવા સાથે શોષિત, પીડિત,અને જરૂરિયાતમંદ મહિલાઓને તુરંત જ સહાયરૂપ બને છે
રાજકોટ શહેરમાં તમામ પછાત અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ તેઓ મહિલાઓ માટે કાર્ય કરે છે અને તમામ બાબત પર મહિલાઓને સામાજિક નેતૃત્વ પૂરું પાડે છે
કુટુંબ સલાહ કેન્દ્ર,વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ,વૃદ્ધાશ્રમ શહેરી આરોગ્ય કેન્દ્ર ,પરિવાર કલ્યાણ કેન્દ્ર ,વ્યવસાયિક બેહેનોની હોસ્ટેલ આ તમામ સ્થાયી પ્રકલ્પ અખિલ હિન્દ મહિલા પરિષદ અંતર્ગત કાર્યરત છે
કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ વિવિધ સ્વાયત સંસ્થાઓમાં મહિલા સતામણીને લગતી સમિતિમાં કાર્યરત છે તેમજ મહિલા ઉત્થાન અને મહિલા કાનૂન માટે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે અનેક રિસર્ચ પેપર પણ રજુ કરેલ છે
સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત મિડિયેટર તરીકે નામના ધરાવે છે તેમજ સોશીયલ સાયન્ટિસ્ટ તરીખે પણ ફરજ બજાવે છે