ઓલ ઇન્ડિયા ડાન્સ ચેમ્પિયનશિપમાં રાજકોટની ટીમ પ્રથમ ક્રમાંકે

મોરબીમાં યોજાયેલ વિવિધ રાજયોની ડાન્સ હરિફાઇમાં રાજકોટની સુરભી ટીમનો દબદબો બેંગ્લોર, મહારાષ્ટ્ર સહિતના રાજયોને પાછળ ધકેલી રાજકોટના બાળકલાકારોનો ઉત્કૃષ્ટ દેખાવ
રાજકોટ,તા.8
ઓલ ઇન્ડિયા ડાન્સ ચેમ્પિયનશીપ દ્વારા મોરબી ખાતે દેશના વિવિધ રાજયોના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન યોજાઇ હતી જેમાં રાજકોટના અન્ડર-15 ડાન્સ કલાકારોએ દબદબો જમાવ્યો હતો બેંગ્લોર, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજયોની ટીમને પાછળ રાખી રાજકોટના સુરભી ડાન્સ એકેડેમીના બાળકલાકારોએ પ્રથમ રેન્ક મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.
રંગીલું રાજકોટ અનેક વિવિધતા ધરાવે છે. આજનું યુ,વાધન શિક્ષણતો મેળવે જ છે પરંતુ સાથે સાથે અનેક ડાન્સ, નૃત્ય, નાટક, ખેલ-કુદ સહિતની વિશિષ્ટતા ધરાવે છે. તે સાબીત કરી દીધું છે. મોરબી ખાતે ઓલ ઇન્ડિયા ડાન્સ ચેમ્પિયનશિપ કોમ્પીટિશનમાં રાજકોટના કાલાકારોએ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. કોમ્પિીટિશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ, બેંગ્લોર, મહારાષ્ટ્ર સહિતના ડાન્સ કલાકારોએ ભાગ લીધો હતો. કુલ 1407 કલાકારોની મોરબીમાં કોમ્પીટિશન યોજાઇ હતી. વિવિધ રાજયોના બાળકોએ સ્પર્ધામાં પોતાની કૃતિ રજુ કરી હતી. કોમ્પિટીશનમાં ખાસ નિર્ણાયકોની ટીમ રાખવામાં આવી હતી. જેમાં એબીસીડી મુવીના ધર્મેશ સહિતના જજો હતો. રાજકોટની ટીમે વેસ્ટર્ન ટીમને આશ્ર્ચર્યમાં મુકી દીધા હતા અને રાજકોટની એક અનોખી છાપ ઉભી કરી હતી.
તેમજ હાજર રહેલા તમામ દર્શક ગણને પણ રાજકોટની સુરભી ડાન્સ એકેડેમીની ટીમે મંત્રમુગ્ધ કરી દીધા હતા ટીમનો જબરદસ્ત દેખાવથી દેશની ટીમોમાંથી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને ટીમને ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિીટિશન દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સમગ્ર ટીમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી.સુરભી ડાન્સ એકેડેમીના કોચ રૂપેશભાઇ ત્રીવેદી સહિતનાએ બાળકોને કોમ્પિટીશન માટેની ખાસ ટ્રેનિગ આપી હતી. ટીમના 14 વર્ષના ખાસ બાળ કલાકારે રોહિત થાપાએ તેમજ અન્ય નેત્રા જાદવ અને ટીમનો લાડકો ડાન્સર મહેશ સોનીનો વેસ્ટર્ન ડાન્સમાં અદ્ભુત દેખાવ રહ્યો હતો. તેમજ સાથી મિત્રોમાં ભૂમિકા રહી હતી તમામ સભ્યોની આગવી ભૂમિકા રહી હતી.  ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલી ઓલ ઇન્ડિયા ડાન્સ ચેમ્પિયન્સશીપની પ્રથમ ક્રમાંકની રાજકોટની સુરભી ડાન્સ એકેડેમીની ટીમ       (તસવીર-દિવ્યરાજ સરવૈયા)