16 જૂને યોજાશે ટોપ મોડેલ-ફેશન શો

રાજકોટ સીટી વુમન કલબ દ્વારા આયોજન: ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફેશન શો યોજાશે
રાજકોટ,તા.8
શાજકોટ સીટી વુમન્સ કલબના ચાર કાર્યક્રમો બાદ પાંચમા કાર્યક્રમ ‘ટોપ મોડેલ ફેશન શો’ તા. 16/6ને શનિવાર બપોરે 3:30 કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાશે. જે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હશે. આ ફેશન શો ત્રણ વિભાગમાં રાખેલ છે તેમાં વયમર્યાદા 3 ગૃપમાં રહેશે. ગૃપ-1: 20 થી 35, ગૃપ-2: 35 થી 50, ગૃપ-3: 50 વર્ષથી ઉપરનું રહેશે. આ ફેશન શોમાં બેસ્ટ કોરીયોગ્રાફર દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. દરેક ગૃપમાં બ્યુટી ક્વીન બનનારને એવોર્ડથી નવાજવામાં આવશે. તે ઉપરાંત જુદી જુદી કેટેગરી - જેવી કે બેસ્ટ વોક, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ નોલેજ જેવા એવોર્ડ રહેશે. ફેશન શોમાં ભાગ લેવા માટે તા.15 સુધી ફોર્મ ભરી દીના એન.મોદી, 22-ન્યુ જાગનાથ પ્લોટ, ખોડીયાર સ્વીટ સેન્ટરની સામે, મહાકાળી મંદિર રોડ, (મો.નં. 9429979173) ખાતે પહોંચાડવાનું રહેશે. તેમ ‘ુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલ પ્રમુખ પ્રફુલાબેન મહેતા, બીન્દુબેન મહેતા, ઇન્દીરાબેન ઉદાણી, દીનાબેન મોદી અને નીતાબેન મહેતાએ જણાવ્યું છે. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા સીટી વુમન્સ કલબના આયોજકો (તસવીર:દિવ્યરાજ સરવૈયા)