કુકિંગ ટાઈમ

બ્લેક જાંબુ આઇસ્ક્રીમ
: સામગ્રી :
1 કપ ફ્રેશ જાંબુનો પલ્પ
3 કપ દૂધ
ર ટેબલ સ્પુન કોર્નફલાવર
ર ટેબલ સ્પુન ખાંડ
ર ટેબલ સ્પુન ક્રીમ
1 ટેબલ સ્પુન જાંબુના પીસ
: પધ્ધતિ :
* દુધ અને ખાંડ બંને ગરમ કરવા મુકો થોડું ઉકળે એટલે ઠંડા દુધ કે પાણીમાં કોર્ન ફલાવર ઓગાળી મિકસ કરો.
* મધ્યમ તાપ રાખી ધીમે ધીમે હલાવતા રહો દુધને ઘટ્ટ થવા દો.
* તેમાં જાંબુનો પલ્પ ક્રીમ નાખી એકદમ મિકસ કરી લો.
* આ મિશ્રણને ઠંડુ થવા દો.
* જે વાસણમાં આઇસ્ક્રીમ જમાવવાનો હોય તે એલ્યુમિનિયમ કે પ્લાસ્ટીકના ડબ્બાને એક કલાક ઠંડો થવા મુકી દો.
* આ ઠંડા થયેલા વાસણમાં તૈયાર થયેલ મિશ્રણ ભરી જમાવવા માટે 3 થી 4 કલાક ફ્રીઝરમાં મુકો.
* એક વખત જામી જાય એટલે તેને બહાર કાઢી મીકસરમાં ચર્ન કરી લો. તેમાં જાંબુના પીસ નાખી ફરી જમાવવા મુકો.
* ર કલાક બાદ ક્રીમી સોફટ જાંબુ આઇસ્ક્રીમ તૈયાર.
જાંબુ શ્રીખંડ
: સામગ્રી :
100 ગ્રામ કાળા જાંબુ
2 કપ દહીંનો મસ્કો
1 કપ પીસેલી સાકર
1/2 ટીસ્પૂન એલચી પાવડર
1/4 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ
: પધ્ધતિ :
* એક શેકર માં જાંબુ નાખીને એકદમ મિક્સ કરો,બાઉલ પાર ચારણી રાખી મસળી લો,જેથી પલ્પ જેવું અલગ પડી જશે.એકદમ ઘસી લો જેથી ઠળિયા દૂર થશે
* એક વાસણમાં સાકર પાવડર ગરમ કરો તેમાં જાંબુ મિક્સ કરી થોડીવાર રહેવા દો. તેને ઠંડુ થવા ફ્રીઝમાં મુકો.
* દહીં મસ્કા સાથે આ મિશ્રણ મિક્સ કરો.
* ડ્રાય ફ્રૂટ્સથી સજાવી પીરસો