દેશમાં દર વર્ષે 7થી 10 હજાર બાળકો થેલેસેમિયા મેજર રોગ લઈને જન્મે છે । આજે ઈન્ટરનેશનલ થેલેસેમિયા ડે


રાજકોટ, તા.8
દર વર્ષની 8મી મે ઈન્ટરનેશનલ થેલેસેમિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિશેષ વિષય થેલેસેમિયા પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફયુચર : ડોક્યુમેન્ટીંગ પ્રોગ્રેસ એન્ડ પેશન્ટસ નીડસ વર્લ્ડવાઈડ છે. આ દિવસ થેલેસેમિયાના દર્દીઓ અને તેમના વાલીઓને સમર્પિત કરવામાં આવે છે કે જેઓએ તેમના થેલેસેમિયા સાથે જન્મેલા બાળકોના જીવન માટેની આશા ગુમાવેલ નથી.
વોકહાર્ટ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડો.ફાલ્ગુનીબેન જાનીએ જણાવ્યું હતું કે ભારતમાં અંદાજે 3.4% લોકોને થેલેસેમિયા માઈનર છે. પ્રસિધ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનને પણ થેલેસેમિયા માઈનર છે. દર વર્ષે ભારતમાં અંદાજે 7000થી 10000 બાળકો થેલેસેમિયા મેજર રોગ લઈને જન્મે છે. આધુનીક સારવાર પધ્ધતિ અને દવાની મદદથી થેલેસેમિયા મેજર ધરાવતા બાળકો પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. થેલેસેમિયા મેજરનો કાયમી ઈલાજ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન (અસ્થિમજ્જા પ્રત્યારોપણ) છે. જે અત્યંત ખર્ચાળ
હોય છે.
વધુમાં જણાવ્યું કે, થેલેસેમિયા માઈનર કોઈ રોગ નથી. તેની સારવારની પણ જરૂર નથી હોતી પરંતુ થેલેસેમિયા મેજર રોગ ધરાવતા બાળકનો જન્મ અટકાવવા માટે થેલેસેમિયા માઈનર વ્યક્તિના લગ્ન થેલેસેમિયા માઈનર વ્યક્તિ સાથે ન થાય તે હિતાવહ છે.
સૌની નૈતિક ફરજ : (1) થેલેસેમિયા મેજર રોગ વિશે જાગૃતિ ફેલાવવી. (2) લગ્ન પહેલા દરેક છોકરા અને છોકરીનો થેલેસેમિયા ટેસ્ટ અચુક કરાવવો. (3)થેલેસેમિયા મેજર બાળકો માટે અવારનવાર રકતદાન કરવું. (4) થેલેસેમિયા મેજર બાળકોને દવા માટે આર્થિક સહાય કરવી.
થેલેસેમિયા રોગ વિશે માહિતી આપતા ડો.ફાલ્ગુની જાનીએ જણાવેલ હતું કે થેલેસેમિયા મેજર એક આનુવંશિક રોગ છે. તેમાં દર્દીનું હિમોગ્લોબીન ઓછુ થઈ જાય છે કારણ કણણે દર્દીની અસ્થિમજ્જામાંથી પૂરતા પ્રમાણમાં રકતકણ બનતા નથી. હિમોગ્લોબીન રકતકણમાં રહેલ એક પ્રોટીન છે જે શરીરના બધા અવયવો સુધી ઓકિશજનનું વહન કરે છે. થેલેસેમિયા મેજર દર્દીનું હિમોગ્લોબીન એટલુ બધુ ઓછું થઈ જાય છે કે તેને વણાણરં;વણાર લોણહી ચડાવણવણુ પણડણ છે. ણઆથણણીણ ણતણેના શરીરમાં આયર્ન (લોકતત્વ) વધી જવાથી આયર્ન ચીલેશન થેરપી આપવી પડે છે. જો આ રીતે દર્દીની સારવાર કરવામાં ન આવે તો દર્દીને જીવનું જોખમ ઉભુ થાય છે.
થેલેસેમિયા મેજર કોને થાય એ વિશે માહિતી આપતા ડો.ફાલ્ગુની જાનીએ જણાવેલ હતું કે થેલેસેમિયા મેજર આનુવંશીક રોગ છે. જો થેલેસેમિયા માઈનર વ્યક્તિના લગ્ન થેલેસેમિયા માઈનર વ્યક્તિ સાથે થાય તો તેના ચારમાંથી એક બાળકને થેલેસેમિયા મેજર રોગ થવાની સંભાવના છે. પ્રાસંગીક
ડો.ફાલ્ગુની જાની