દરેક કાર્યનો તમે કરો છો સહર્ષ સ્વિકાર ?

આ પણને કોઇ વ્યકિત કોઇ કામ સોપે અને એ કામ કરવાની આપણે જ્યારે હા પાડીએ ત્યારે ત્રણ બાબતો એમાંથી ત્વરિત નિષ્કર્ષ સ્વરૂપે આપણી સામે જાણતા કે અજાણતા પ્રસ્તુત થતી જ હોય છે ! પ્રથમ એ કે એ કાર્ય કરવામાં આપણને રસ અને રુચી છે જેથી ઉત્સાહ અને આનંદસહ એ કરવું આપણને ગમશે ! બીજું એ કે એ કાર્ય કરીને આપણે આપની દક્ષતા તેમજ ક્ષમતા પણ પુરવાર કરવાની અનાયાસે કરતા હોઇએ છીએ તીવ્ર કોશિશ. ત્રીજુ એ કે આ કાર્ય કરવાની હા પાડતાની સાથે જ તેની સાથે જોડાયેલા તમામ પ્રકારના પડકારો તેમજ જવાબદારીઓને વધુ સારી રીતે વહન કરવાની, સામનો કરવાની આપણી નિપુણતાની પણ આપણે કરવા માગીએ છીએ. ચકાસણી કે જેથી વધુ ઉન્નત મુકામ પર જવામાં આપણને આગળ જતા મળી શકે તેમ છે ભરપુર સફળતા ! હોય છે એની તેમાં ભરપુર અને પરમ શકયતા ! હવે આનાથી થોડું વિપરીત પણ વિચારી લેવામાં છે મઝા! વાત માંડી છે તેનું સ્પષ્ટ દૃશ્ય એ થકી આપણી સામે આવશે અને તેમાંથી ઘણું બધું શીખી શકવા માટેનો ઉત્તમ અવસર પણ થશે આપણી સમક્ષ પ્રસ્તુત ! કે ઉપસ્થિત !
કામ આપણને ગમતું ના હોય તો એ કરવા માટે આપણે કાં તો સહમત થતા નથી અથવા તો યોગ્ય રીતે પછી એ કાર્ય કરતા નથી ! કયારેક પરાણે કે કમને કાર્ય જો સ્વીકારી લીધું હોય તો એ આપણે વખતસર પુરુ કરતા નથી અથવા તો ઠેલણવૃત્તિ આપણે દર્શાવી બેસીએ છીએ ! ખૂબ બહાના કાઢવા પડે એમ પણ બને ! કયારેક તો નવા-નવા બહાના શોધવામાં આવી જતી હોય નિપુણતા ! જેની ખબર સામેવાળી વ્યકિતને ચોક્કસપણે પડી જ જતી હોય છે તો પણ આપણે તો કામને કૂદાવી દઇએ છીએ અને બહાનાનો સહારો લઇને આગળ ધપતા રહીએ છીએ પણ હકીકતમાં તો આપણે જરા પણ આગળ ધપતા નથી હોતા ! આમ કરીને બહાનું લાંબો સમય કારણ તરીકે ટકતું નથી અને આપણા ગમા-અણગમાનો પણ બધાને આ રીતે થઇ જતો હોય છે. પરિચય જે આપણા માટે છે નુકસાનકર્તા !
બીજી મહત્વની વાત એ છે કે જે તે કામ આપણને કોણે સોપ્યું છે એ પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે ! આપણે અંગત વ્યકિતને આપણે અમુક કામ કરવાની ના કયારેય પાડી શકતા નથી! મુદ્દો અને ખોટુ લાગી જશે એમને તો શું થશે ? એ વિચાર, સ્ફૂરવાનો, લાગણી ઘવાશે તો શું થશે? તેનો પણ હશે જ હશે ! પરમ મિત્ર વિશે તો એવું કહેવાયું છે કે જેની હાજરીમાં આપણે મોટેથી વિચારી પણ શકીએ ! એ જ આપણો સાચો મિત્ર ! પણ બધા માટે આવું દરેક વખતે શકય હોતું નથી!
ઘણી વખત એવું બને છે કે અમુક સંબંધમાં આપણે કામ માટે ના પાડી શકતા નથી. કાર્ય કરવું એ અન્ય બાબતે આપણે વ્યસ્ત હોવાથી આપણા માટે શકય ન હોવા છતાં પણ પેલી વ્યકિતને માઠું ન લાગે એટલે સ્વીકારી લઇને, આપણા કામના ભોગે પણ તેને ઘણી વખત અગ્રિમતા આપી, મનમાં થોડો ધુંધવાટ અનુભવીને પણ કરતાં હોઇએ છીએ ! આવું વારંવાર થાય પછી આપણે કાં તો કામ કરવામાં રસ ગુમાવીએ અથવા તો પેલી વ્યકિત સાથેના સંબંધમાં આવી જતો હોય છે બદલાવ ! આમ થતા ઘણી વખત આપણે ખૂબ જ પીડા પણ અનુભવીએ અને બની જઇએ વ્યગ્ર અને નીરસ !
તમે ઘણાં એવા લોકોને પણ જોયા હશે જે હસતાં હસતાં દરેક વ્યકિતને કામની ના પાડી દેવામાં હોય છે ખૂબ જ નિપુણ ! આપણને ત્યારે વિચાર પણ આવે કે કાશ જો આપણે પણ આમ કરી શકીએ તો કેવું સારું ! પણ આપણી સ્વભાવ સહિતની ઘણી મર્યાદાઓને કારણે એવી દક્ષતા આપણામાં આવતી નથી અને પછી મન ન હોવા છતાં અણગમો હોવા છતાં, અન્ય બાબતોમાં વ્યસ્ત હોવા છતાં પણ ઘણા કામો સ્વીકારી લઇને, કોઇને ના ન કહીને, ખુદને એટલા તો વ્યસ્ત બનાવી દેતા હોઇએ છીએ કે આપણે વાતવાતમાં એમ કહેવું પડે છે હમણાં તો મને મરવાની પણ ફુરસદ નથી ! આપણે અન્ય બાબતોમાં વ્યસ્ત હોઇએ અને કોઇ કામ સોપવામાં આવે તો ત્યારે જ પ્રેમપૂર્વક ના પાડવાની આવડત કેમ શીખાય તેની વાત હવે કરીએ! એ જ તો છે આટલી લંબાણપૂર્વકની વાતને યોગ્ય મુકામ પર લઇ જવાનો હેતુ! જે પૂરો થતા પ્રસન્નતાના પ્રદેશમાં સદા વિહરવું આપણને ગમશે જ!
પોતાના સમયપત્રક અને હાલમાં ચાલતા ખૂબ મહત્ત્વના કાર્યોને કારણે પ્રવર્તતી વ્યસ્તતાની વાત ખૂબ સંક્ષિપ્તમાં પણ દૃષ્ટાંતથી કરી શક્યાની આવડત દરેક સંબંધમાં વિકસાવવી, ઉપયોગમાં લેવી ખૂબ છે જરૂરી. ઘણી વખત સ્વીકારેલું કાર્ય કેટલો બધો સમય આપણાં અન્ય કાર્યોનો ભોગ લઇ લેશે એનો કયાશ કદાચ એ સ્વીકારતી વખતે આપણને હોતો નથી! જે હોવો છે ખૂબ અનિવાર્ય બાબત! આપણને કામ કોઇ સોંપે તો ત્યારે તેના તમામ પાસાની અને તેનાથી ઉદભવનાર આપાતકાલીન સ્થિતિની ચર્ચા પણ કરી લેવી ખૂબ જરૂરી છે! ક્યારેક સ્વીકારેલું કામ આપણે કરતા હોઇએ અને અચાનક અણધાર્યા એવા કામો આપણે કરવાના આવી જાય અને પેલું કામ પૂર્ણ કરવું શક્ય ન બને તો આ સમગ્ર વાત સામે વાળી વ્યકિતને ખૂબ સારી રીતે, સુસ્પષ્ટપણે, દૃઢતાથી સમજાવવાની પણે વિકસાવવી પડે આપણે કલા! કાર્ય કરવામાં હોય છે મજા જ! પણ કાર્ય સ્વિકારવું કે નહીં તે નક્કી આપણે એ રીતે કરવું જોઇએ કે બેઉ પક્ષે વીન-વીન જેવી સ્થિતિનું આપણે કરી શકીએ નિમાર્ણ!
જે પુસ્તક વાંચીને મેં તમારી સામે આ વિચારો મૂકવા પ્રયત્ન કર્યો એનું નામ છે- ‘ધી નાઇસ ફેક્ટર! ધી આર્ટ ઓફ સેપીંગ નો!’ આ પુસ્તકના લેખકો છે- જો-એલન-ગઝીબ અને રોબીન શીંડલર, ખુબજ રસપ્રદ શૈલીમાં અનેક જીવંત સ્થિતિ અને બનાવોનું છણાવટ પૂર્વકનું વર્ણન અને દરેક પ્રકરણમાંથી મળતી મસ્ત મઝાની એવી ટિપ્સ કે જે જીવનમાં ખૂબ જ કામ આવે એવી છે -તે આ પુસ્તકના જમા પાસા છે! વાંચશો તો મજા પડશે! કાર્ય કરવાની કે ન કરવાની કુનેહ પણ થશે પ્રાપ્ત! હું અટકું આ મુકામ પર! કામ આપણને ગમતું ના હોય તો એ કરવા
માટે આપણે કાં તો સહમત થતા નથી
અથવા તો યોગ્ય રીતે પછી એ કાર્ય કરતા
નથી ! કયારેક પરાણે કે કમને કાર્ય જો
સ્વીકારી લીધું હોય તો એ આપણે વખતસર
પુરુ કરતા નથી અથવા તો ઠેલણવૃત્તિ
આપણે દર્શાવી બેસીએ છીએ ! બુક ટોક સલીમ સોમાણી