કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દીપિકાનો જલવો: રેડ કાર્પેટ પર અદ્દભુત ઝલક

  • કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દીપિકાનો જલવો: રેડ કાર્પેટ પર અદ્દભુત ઝલક

દીપિકા પાદુકોણે કાન્સની તસવીરો ફેન્સને શેર કરી
મુંબઈ તા.14
લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી અને ત્યાં રેડ કાર્પેટ પર તેની સુંદરતાની અદ્ભૂત ઝલક જોવા મળી. ન્યૂડ મેકઅપમાં ઘણી બ્યુટિફુલ લાગી રહી હતી આ કાન ફેસ્ટિવલમાં દીપિકાનું બીજુ વર્ષ છે, પાછલા વર્ષે પણ તેણે હાજરી આપી હતી. ઝુહૈર મુરાદના જાળીવાળા ગાઉનમાં એકદમ ભવ્ય લાગી રહી હતી દીપિકા પાદુકોણ. કાન ફેસ્ટિવલમાં ઈન્ડિયન બ્યુટિ દીપિકાએ સુંદર ગાઉનની સાથે ડાયમંડ જ્વેલરી પણ પહેરી હતી, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે. ખબર એવી છે કે, કંપનીએ તમામ બ્રાન્ડ એમ્બસેડરનો લુક સમર એસ્કેપની થીમ પર તૈયાર કર્યો હતો. કાન ફેસ્ટિવલમાં પહોંચેલી દીપિકાએ ફેસ્ટિવલની ઘણી તસવીરો તેના ફેન્સ સાથે શેર કરી છે. ફેસ્ટિવલ પહેલા રેડી થઈ રહેલી દીપિકાએ આ તસવીર પણ ફેન્સ સાથે શેર કરી હતી.