ચીને સ્વદેશી યુધ્ધ જહાજ સમુદ્રમાં ઉતાર્યું


બેજીંગ: ચીને રવિવારે દેશમાં પહેલા એરક્રાફ્ટ કેરિયરનો મરિન ટેસ્ટ (દરિયાઇ પરીક્ષણ) શરૂ કર્યો છે. ચીને આ શીપને ગયા વર્ષે એપ્રિલમાં જ લોન્ચ કર્યુ હતું. જો કે, તેની સિસ્ટમને અપડેટ કરવા અને હથિયારોની ફિટિંગના કારણે અત્યાર સુધી સેવામાં નથી લીધું. શિપને હજુ સુધી કોઇ સ્થાયી નામ પણ નથી આપ્યું. એવું માનવામાં આવે છે કે, આ એરક્રાફ્ટ નૌકાદળ સાથે જોડાયા બાદ ચીનની મરિન તાકાતમાં વધારો થશે. ચીનની શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ રવિવારે નિવેદન આપ્યું હતું કે, દેશનું બીજું એરક્રાફ્ટ કરિયર ડાલિયાન શિપયાર્ડ ડોકથી પોતાના પહેલાં સમુદ્રી પરીક્ષણ માટે નિકળી ગયું છે. તેની ટ્રાયલનો હેતુ જહાજની વિશ્વસનીયતા અને સ્થિરતાનું નિરિક્ષણ કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીનના પાસે વધુ એક એરક્રાફ્ટ કેરિયર લાયોનિંગ પણ છે. રશિયામાં બનેલું આ કરિયર ચીનને 2012માં મળ્યું હતું. જો કે, તેને એક ટ્રેનિંગ અને રિસર્ચ માટેનું એરક્રાફ્ટ ગણવામાં આવે છે. નૌકાદળને લાયોનિંગની સેવા મળ્યા બાદ ચીને 2013માં જ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવાનું શરૂ કરી દીધું હતું. નવા કેરિયરને અત્યાર સુધી કોઇ સ્થાયી નામ નથી આપવામાં આવ્યું. જો કે, તેને કોડ નેમ 001અના નામથી ઓળખવામાં આવે છે. એક અંદાજ અનુસાર, નવું એરક્રાફ્ટ કરિયર 2020થી નૌકાદળમાં પોતાની સેવા આપવાનું શરૂ કરી દેશે.