રેલી કાઢતા 1000 ખેડૂતો પર બેફામ લાઠીચાર્જ: ટિયરગેસના સેલ છોડ્યા

ઘોઘા પંથકમાં જમીન સંપાદનનો વિરોધ કરતા નિર્દોષ ખેડૂતો પર તંત્રનો હુમલો બાડી, પડવા, સુરકા સહિતના 12 ગામની જનતા ખાનગી કંપની માટે ચાલતી જમીન સંપાદનનો લાંબા સમયથી કરી રહી છે વિરોધ
ભાવનગર તા.14
ઘોઘા પંથકના બાડી, પડવા સહીતના 1ર ગામોના ખેડુતોએ રેલી યોજી જમીન સંપાદનનો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટીયરગેસના 30 થી વધુ સેલ છોડયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ અંજપા ભરી શાંતિ પ્રર્વતી રહી છે.
ઘોઘા તાલુકાના બાડી, પડવા, સુરકા સહીતના 1ર ગામોમાં પાવર પ્રોજેકટ અંતગત જમીન સંપાદનનો વિવાદ ચાલી રહ્યો છે.
કોર્ટના ચુકાદા બાદ સરકારે જમીન સંપાદન શરુ કરતા ખેડુતોમાં રોષ ફેલાયો છે. અને આંદોલન ચલાવી
રહ્યા છે.
દરમ્યાન આજે સવારે 1ર ગામોમાં 1000 થી વધુ ખેડુતોએ રેલી યોજી જમીન સંપાદન ની કામગીરી નો વિરોધ કરવા જતાં પોલીસ તંત્ર સાથે ઘર્ષણ થયું હતું. અને મામલો બીચકતા પોલીસે પ્રથમ લાઠીચાર્જ કરી 30 થી વધુ ટીયર ગેસના સુેલ છોડયા હતા. અને ખેડુતોને ખેતરમાં બેસાડી દીધા હતા હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજપા ભરી શાંતિ પ્રર્વતી રહી છે.
ઘોઘાના બાડી, પડવા ગામે જમીન સંપાદનના વિવાદમાં ખેડુતોએ લાંબા સમયનાં વિરામ બાદ ફરી આજે રેલી યોજી દેખાવો કરતા અને પોલીસે હળવલ લાઠીચાર્જ કરતા ઉશ્કેરાયેલ ખેડુતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અને પોલીસે પણ ટીયરગેસ ના સેલ છોડી પોલીસે પણ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
જો કે કોઇને વધારે ઇજા થઇ નથી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અંજપા ભરી શાંતિ જળવાઇ રહી હતી. તસવીર : વિપુલ હિરાણી