નાનકડો પ્રયાસ માતૃઋણ અદા કરવાનો

ર્માં શબ્દ બોલતાં જ મોઢું ભરાઈ જાય છે નજર સામે સ્નેહાળ પ્રેમમૂર્તિ ર્માંની છબી અંકીત થઈ જાય છે માતા અને પિતા બંનેનું દરેકના જીવનમાં મહત્વનું સ્થાન છે આમ છતાં કોઈપણ વ્યક્તિએ જીવનનો સૌથી વધારે સમય માતા સાથે વિતાવ્યો હોય છે આપણી નાનામાં નાની વાત ર્માં બોલ્યા વગર સમજી જાય છે આપણી લાગણી, આપણાં દુ:ખ, આપણી ચિંતા, આપણી મુશ્કેલીઓ ર્માંના ખોળામાં દૂર થાય છે મધર્સ ડેના દિવસે બીજી કોઈ પળોજણમાં ન પડતા માતૃત્વના આ દિવસે માતાનો થોડો ખ્યાલ રાખીશું તો સાચા અર્થમાં વાત્સલ્યના આ દિવસની ઉજવણી ગણાશે માતાના ઋણ
અદા કરવા તો અશક્ય જ છે, પરંતુ કેટલીક નાની નાની બાબતનો ખ્યાલ રાખીને માતાને ખુશ રાખી શકીએ, સુખ આપી શકીએ. જે માતાએ તમને આંગળી પકડીને ચાલતા શિખવ્યું એ માતાની આંગળી પકડવાનો
વારો આવે
ત્યારે તેને ન
તરછોડીએ તમારી ક્ષુલ્લક અને નકામી જીદ પણ જેણે પુરી કરી છે એ માતાની
નાનામાં નાની જરૂરિયાતનો
ખ્યાલ રાખવો તે
આપણી
ફરજ છે : ર્માં સંસ્કારમૂર્તિ છે:
માતા પોતાના બાળકને સંસ્કાર આપે છે. ઉંચા આદર્શ
શીખવે છે તું દાનવીર થજે. તું દેશભકત થજે, તું શીલની રક્ષા
કરનાર થજે, સંતોની સેવા કરજે આવા ઉંચા સંસ્કારનું સિંચન માતા કરે છે.
: ર્માં ક્ષમામૂર્તિ છે :
સંતાનો અગણિત ભૂલો કરે તો પણ માતા તેને નિ:સ્વાર્થ ભાવે માફ કરી દે છે. દીકરાની
હજારો ભૂલો હોય તે યાદ રાખ્યા વગર દરેક ભૂલો માફ કરી દે છે અને આ ભૂલો છતાં સંતાનોની પ્રગતિ માટે ચિંતીત રહે છે અને તેમના ભવિષ્યની ચિંતા કરે છે.
: ર્માં આદર્શમૂર્તિ છે :
પોતે નિ:સ્વાર્થ ભાવે પરિવારની કાળજી રાખી સંતાનો માટે એક આદર્શ પૂરો પાડે છે. પરિવારમાં સાસુ, સસરા, પતિ, જેઠ, જેઠાણી વગેરે સાથે અનુકુળતા રાખી નણંદ નાની હોય, નાદાન હોય તો તેને પણ સંભાળે, એકલી ર્માં અનેક મોરચા સંભાળે છે. પોતે કર્તવ્યનિષ્ઠ બનીને સંતાનો પણ એવા બને એવો આદર્શ બેસાડે છે. આમ માતા આદર્શમૂર્તિ છે.
: ર્માં કરૂણામૂર્તિ છે :
મા કરૂણામૂર્તિ છે. સંતાન માંદગીના બિછાને હોય તો આંખમાંથી આંસુ સરી પડે છે દીકરો માંદો હોય કે દીકરીને કંઈક તકલીફ હોય તો તરત જ તેમની પાસે દોડી જાય છે. સંતાનના સુખે સુખી અને
સંતાનના દુ:ખે દુખી ર્માં સાક્ષાત કરૂણામૂર્તિ છે.
: ર્માં પ્રેરણામૂર્તિ છે :
માતા પોતાના બાળકને સંસ્કાર આપે છે. સાથે સાથે પોતાના જીવન ઉ5રથી પ્રેરણા મળે
તેવું જીવન જીવે છે. પ્રેરણામય જીવન જીવીને દેખાડે છે કે જેમ હું તારા દોષોને, અપરાધોને
ભૂલીને તારા ભવિષ્યની ચિંતા કરુ છું તો તું પણ બીજાના દોષો, અપરાધો ભૂલીને માફ
કરજે. જેમ હું મારા સ્વાર્થ મુકીને તારા ભવિષ્યની ચિંતા કરુ છું તેમ તું પણ તારા સ્વાર્થ
મુકીને સમાજ તથા દેશનું ભવિષ્ય ઉજળુ બનાવજે
પૂજ્ય આ.ભ.શ્રી યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજસાહેબ   શિશુનો જન્મ માતાનો પણ પુનર્જન્મ છે. કારણ પહેલા તે માત્ર સ્ત્રી હતી હવે તેનો માતા તરીકે નવો જન્મ થયો છે - ઓશો માતાએ પિતાની કમી મહેસુસ થવા દીધી નથી તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં 99.98 પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી સ્કૂલ ફર્સ્ટ આવનાર ઉત્સવ પટેલ જેણે પોતાની સફળતાનું શ્રેય પોતાની માતાને આપ્યું હતું. નાનપણમાં જ પિતાનું મૃત્યુ થતાં માતાએ એકલે હાથે જવાબદારી નિભાવી ઉત્સવને ભણાવ્યો. પોતાની મહેનત અને માતાના આશીર્વાદ તથા શિક્ષકોના સહકારથી મેળવેલ ઉચ્ચ પરિણામ થી ઉત્સવ ખુશ છે તેણે જણાવ્યું હતું કે માતાએ પિતાની કમી ક્યારેય મહેસૂસ થવા દીધી નથી તો માતા જયશ્રીબેન પટેલ એનાથી પણ વધુ ખુશ છે પુત્રનું સુંદર રિઝલ્ટ જોઈ ખુશી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે આનાથી વિશેષ કઈ ખુશી હોઈ શકે? પુત્રને આગળ આઈઆઈટીમાં મોકલવા માંગતા જયશ્રીબેન પોતે મુશ્કેલી વેઠી પુત્રને સફળ બનાવવા બધા જ પ્રયત્નો કરતા રહે છે. ‘સવાઇ ર્માં’ સાબિત થયા વીસ વર્ષની ઉંમરે શિલ્પાના લગ્ન નરેન્દ્ર ભાઈ પૂજારા સાથે થયા એ લગ્નની વિશેષ વાત એ હતી કે વીસ વર્ષની ઉંમરે શિલ્પાને સાત વર્ષની કોમલની માતા બનવાનું હતું એટલે કે નરેન્દ્ર ભાઈની પહેલી પત્નીથી થયેલ દીકરીની માતા બનવાનું હતું સમાજમાં નવી ર્માં પ્રત્યે લોકો અણગમાથી જુએ છે પરંતુ અહીં તો શિલ્પાએ દીકરી કોમલને માતૃત્વની વર્ષામાં એવી ભીંજવી દીધી કે પરાયા અને પોતાનાનો ભેદ જ ધોવાઈ ગયો. ત્યાર બાદ પુત્રનો જન્મ થયો બધાને થયું કે હવે પોતાનું લોહી વધારે વહાલું લાગશે પરંતુ એ માન્યતા પણ ખોટી નીકળી પુત્રના જન્મ બાદ ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બન્યો જેમાં શિલ્પાબેનના સ્નેહનો ઉમેરો થયો અને મજબૂત પરિવાર બની ગયો મધર્સ ડે ના દિવસે શિલ્પાબેને જણાવ્યું હતું કે માતૃત્વ અને લાગણીનો અનુભવ બાળક તો સરખો જ અનુભવે છે પારકી ર્માં શબ્દ તો સમાજ અને લોકોએ ઊભો કરેલો છે.આજે દીકરીના ઘરે પણ દીકરી છે પણ સ્નેહ વધતો જ રહે છે. મીઠા માતૃત્વની કડવી વાસ્તવિકતા
પ્રેમ અને વાત્સલ્યની મૂર્તિ માતાની વાત કરીએ છીએ ત્યારે આજના સમયની કેટલીક કડવી હકીકત પણ જોવા મળે છે. વર્તમાનપત્રોમાં કેટલીવાર માતાઓએ નવજાત શિશુને તરછોડી દીધાનો કિસ્સા જોવા મળે છે તો કહેવાતા સુધરેલા સમાજની વરવી વાસ્તવિકતા સમા વૃદ્ધાશ્રમો પણ જોવા મળે છે .વૃદ્ધાશ્રમમાં અનેક સંતાનો પોતાની કારકિર્દી, સ્વાર્થ, મોહ અને પરિવાર માટે જનેતાને એકલવાયા જીવનની ભેટ આપે છે. અનેક વખત માતાના સ્વરૂપ સમાન સાસુ વહુને દહેજ પ્રશ્ર્ને હેરાન કરી મોતને ભેટવા મજબૂર કરે છે. અનેક ઘરોમાં માતા પોતાના અહમ્ અને વટને ખાતર સંતાનોના જીવન બરબાદ કરવાના પણ અત્યારના સમયમાં કિસ્સા બને છે.આમ છતાં માતૃત્વનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી વહન કરે, સમજે તો દરેક દિવસ ઉત્સવ ગણાશે. ક્યારેય ર્માંને વૃદ્ધાશ્રમનો દરવાજો ના દેખાડીએ
જે માતાએ તમને બોલતાં શીખવાડયું, સમાજમાં રહેતા શીખવાડ્યું, ભણાવી ગણાવીને સમાજમાં એક સ્થાન આપ્યું, આંગળી પકડીને ચાલતા શીખવ્યું તે માતાની આંગળી પકડવાનો જયારે વારો આવે ત્યારે તેને તરછોડતા નહીં. એક માતા પોતાના બધા બાળકોને એકલે હાથે ઉછેરી શકે તો શું બાળકો મળીને એક ર્માંને સાચવી ન શકે? માતાનું અપમાન ક્યારેય નહીં
બાળપણમાં જે માતાએ આપણને સાચવ્યા, લાડ લડાવ્યા, આપણી અનેક ભૂલો હોવા છતાં આંખ આડા કાન કરી આપણને માફ કર્યા, બધી જ જરૂરિયાતો પૂરી પાડી એ માતાનું ક્યારેય અપમાન કરવું નહીં. આપણી અનેક ભૂલોને માફ કરનાર માતાની ક્યારેક ભૂલ થાય તો માફ કરી જતુ કરવુ પરંતુ માતાનું અપમાન ક્યારેય ન કરવું તેના દિલને ક્યારેય ન દુભાવવું. માતાને આર્થિક મદદરૂપ થાવ
જે માતાએ ઘરની આર્થિક સ્થિતિની ચિંતા કર્યા વગર તમારી દરેક જરૂરિયાત પૂરી કરી છે, એક વસ્તુ માંગતા અનેક વસ્તુઓ જે ર્માંએ હાજર કરી છે એ માતાને ક્યારેક પોતાની રીતે પૈસા વાપરવાનું મન થાય, ક્યાંક દાન-ધર્માદો વગેરે કરવાનું મન થાય તો ક્યારેય રોકશો નહી.
બાળપણમાં તમારી સાવ ક્ષુલ્લક એવી જીદને પૈસાની ચિંતા કર્યા વગર હોંશથી એણે પૂરી કરી છે. માતાના સ્વાસ્થ્યનો ખર્ચ પોતે ભોગવી સહભાગી બનો તમને જરાક તાવ આવવાથી જે માતાએ રાત રાત જાગીને પોતા મૂક્યા છે, તમારી નાની અમથી પરેશાનીને મોટી ગણીને અનેક ચિંતાઓ કરી છે,બિમાર ન પડાય એ માટે દરેક રીતે તેણે ખ્યાલ રાખ્યો છે એ માતાને જરા પણ તકલીફ થાય તો બીજા ભાઈ કે બહેનોના ભરોસે ન રહેતા તમે પોતે જ તેની દવા વગેરેનો ખર્ચ કરો તેમ જ તેને લઈને જે કંઈ કરવું પડે તે કરો. આટલું જ નહીં બીજા ભાઈ-બહેન જો ખર્ચ અને સેવા કરતા હોય તો પણ તમારી એ
ફરજ ગણી અને ખર્ચ તથા સેવામાં ભાગીદાર બનો.
ર્માંએ પોતાના બધા જ બાળકોને સમાનતાથી ઉછેર્યા છે તો જ્યારે તેની પાછળ ખર્ચ કરવાનો આવે ત્યારે કોઈપણ બાળકે પીછેહઠ કરવી ન જોઈએ. માતાને સમય આપો
જે માતાએ તમારા ઉછેરમાં રાત-દિવસ જોયા નથી ફક્ત તમારૂં જ સુખ જોયું છે.તમારી કેળવણીને ક્યારેય સમયનો વ્યય નથી ગણ્યો, એ માતાની ઉંમર થતાં બધી જરૂરિયાતો પૂર્ણ કરવા સાથે સમય પણ આપો ,સાથે બેસીને બે મીઠા બોલ બોલો અને ઓછામાં ઓછું દિવસમાં એકવાર માતા સાથે વાતચીત કરો તબિયતના સમાચાર પૂછો માતાને હંમેશા મીઠા બોલની જ ઝંખના હોય છે. આશીર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા, એક જ અક્ષર અજર
અમર છે, એક જ મંત્ર છે ર્માં - વેણીભાઈ પુરોહિત આચાર્યભગવંત હોવા છતાં માતૃઋણ ને અગ્રતા આપી પૂજ્ય આ.ભ.શ્રી યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજસાહેબ
છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં બિરાજે છે અને નજીક નજીકના ઉપાશ્રયમાં જ વિચરણ કરે છે તેની પાછળનું કારણ માતાની અસ્વસ્થ તબિયત છે. પૂજ્ય ગુરુદેવના સંસારી માતુશ્રી જેમણે પણ દીક્ષાગ્રહણ કરી છે તે પૂજ્ય સાધ્વી રત્નયશાશ્રીજી છે
એટલે કે પૂજ્ય બા મહારાજની શાતા અને તબિયતની કાળજી લેવા તેઓ હાલ રાજકોટમાં સ્થિત થયેલ છે. સંસાર છોડ્યા પછી પણ માતા પ્રત્યેની ફરજ નિભાવવા પૂજ્ય ગુરુદેવ હંમેશા તત્પર હોય છે.  પોતાનો પુત્ર રત્ન શાસન સેવામાં અર્પણ કર્યો તાજેતરમાં પૂજ્ય ગુરુદેવ યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજના શિષ્ય તરીકે સૌરભ શાહે દીક્ષા ગ્રહણ કરી પૂ.ગૌતમયશવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં માતા-પિતાની અનુમતિ અનિવાર્ય હોય છે આ અનુમતિ માતા-પિતાએ સહર્ષ આપી. દીકરા પ્રત્યેનો પ્રેમ, પોતાનો સ્વાર્થ જોયા વગર પોતાનો પુત્ર રત્ન જિન શાસનને અર્પણ કર્યો,  પુત્રને ડોક્ટર, એન્જિનિયર બનાવવા માટે બધા મહેનત કરે છે પરંતુ જ્યાં પોતાનો કોઇ જ સ્વાર્થ નથી ફક્ત સમાજનું હિત,પુત્રનું કલ્યાણ અને શાસન દેવની સેવા છે એવા માર્ગે જવા માટે આજ્ઞા આપવી એક ખૂબ જ અનુમોદનીય કાર્ય છે. આવું જ કાર્ય જલ્પાબેન શાહે કર્યું છે પુત્રના આત્માનું કલ્યાણ, તેમાં સહમતિ આપી અને આગળ પણ દીક્ષા જીવનમાં ખૂબ જ આધ્યાત્મિક પ્રગતિ થાય એ માટે શુભકામના પણ પાઠવી.આ કાર્ય એક માતા જ કરી શકે.  સિંહ પણ પોતાના બચ્ચાને જંગલમાં રહેતા શીખવે છે પરંતુ એક કલ્યાણ માતા જ પોતાના સંતાનને આત્માના હિત માટે આવા સંસ્કાર આપી શકે.  ર્માંનું દિલ દુભાય એ માટે નિમિત્ત બનવું નથી
જ્યારે કૃષ્ણને લેવા માટે મથુરાથી તેડુ આવે છે એ સમયની વાત છે. યશોદામાતા કનૈયાને કહે છે કે તને લેવા માટે મથુરાથી રથ નીકળી ગયો છે હવે તું તારી અસલ માતા દેવકીને મળીશ જે તારી મારા કરતા પણ સારી રીતે સંભાળ રાખશે. આવા સમયે એક વચન આપી કૃષ્ણ બોલ્યા કે શું ? ત્યારે માતા યશોદા જવાબ આપે છે કે નાનપણમાં જ્યારે તું ગોપીઓની મટકી ફોડીને આવતો તેમજ માખણ ચોરીને આવતો ત્યારે તને ચોરીની ટેવ ન પડે તે માટે મેં તને ખાંડણિયે બાંધી દીધો હતો એ વાત તું કયારેય માતાને ન કરતો નહીંતર માતાને આઘાત લાગશે, તે વ્યથિત થશે અને કોઈ ર્માંનું દિલ દુ:ખી થાય તેના માટે નિમિત્ત બનવું નથી. રડતી આંખે માતા યશોદા વચન માગે છે જેમાં એક માતા બીજી માતાને દુ:ખ ન થાય તેની કાળજી રાખતી દેખાય છે. કૌશલ્યા માતા જમવા નહીં પણ જમાડવા બોલાવતા હતા
રામાયણનો એક પ્રસંગ છે રાજા દશરથ મહેલમાં પ્રવેશે છે અને ભોજન માટે આવે છે. માતા કૌશલ્યા કહે છે કે પહેલા પુત્ર રામને બોલાવી લો કારણ તે પણ ભુખ્યો છે. દશરથ રાજા બુમ પાડીને રામને બોલાવે છે. પરંતુ રામ તો મસ્તીએ ચડે છે આવુ છું કહીને આમ તેમ દોડે છે. રાજા દશરથને દોડાવે છે. ફરી દશરથ રાજા રામને બોલાવે છે અને ફરી રામ આમ તેમ છુપાઈ જાય છે. થાકીને દશરથ રાજા કહે છે તારો રામ તો નહીં આવે મને ભોજન આપી દે ત્યારે માતા કૌશલ્યા રામને બોલાવે છે માતાની એક બુમ સાંભળીને રામ તરત જ આવીને જમવા બેસી જાય છે. આ
જોઈને રાજા દશરથ તો ગુસ્સે થઈ જાય છે. ભોજન છોડી ઉભા થઈ જાય છે કે આ ઘરમાં આવો અન્યાય ? નથી જમવું મારે.. આ સાંભળી કૌશલ્યા તેમને શાંત પાડે છે અને પુછે છે કે શું થયું છે ? ત્યારે દશરથ કહે છે કે મેં બોલાવ્યો તો રામ ન આવ્યો અને તમારી એક જ બુમથી આવી ગયો ? ત્યારે કૌશલ્યા માતા હસતા હસતા જણાવે છે કે તમારે જમવું હતું એટલે તમે તેને બોલાવતા હતા જ્યારે મારે તેને જમાડવો હતો એટલે હું બોલાવતી હતી. બોલાવવામાં પણ એટલો ફર્ક છે. આ છે માની પ્રેમ, લાગણી. ર્માં શબ્દ જ હુંફાળો છે. તેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, ત્યાગ વગેરે ભાવો છુપાયેલા છે. ર્માં શબ્દ દુનિયાનો શ્રેષ્ઠ શબ્દ છે.મીઠો મધુરો અને મન-હૃદયને તૃપ્ત કરનારો શબ્દ છે. બાળકની સમગ્ર દુનિયા ‘ર્માં’ શબ્દમાં છુપાયેલી હોય છે અને માતાની સમગ્ર દુનિયા બાળકમાં સમાઇ જતી હોય છે.બાળકના આગમનના એંધાણ મળે ત્યારથી તેનું સમગ્ર અસ્તિત્વ તેના માટે જ જીવંત હોય છે. ગર્ભમાં રહેલા બાળકને કાંઈ નુકસાન ન થાય તે માટે તે અનેક પ્રકારે કાળજી રાખે છે. જન્મ આપવાની પીડાદાયક પરિસ્થિતિ પણ તે સ્વીકારે છે. બાળકના જન્મ બાદ તેની સમગ્ર દુનિયા બાળક આસપાસ જ ઘુમ્યા કરે છે. પોતાના સંતાનની નાની નાની વાતમાં તેની ચિંતા, તેના દરેક સુખની કામના, તેની દરેક સફળતા માટે પ્રાર્થના એ જીવનભર કરતી રહે છે. કોઇપણ સફળ વ્યક્તિની સફળતા અને સંઘર્ષની કહાનીમાં ર્માંનો ત્યાગ અને બલિદાન ની વાત હોય જ છે. અનેક મહાપુરુષો, સંતો, ભગવાનના જીવન ચરિત્રમાં પણ માતાનું આગવું સ્થાન હોય છે. વૃદ્ધ પુરુષની આંખોમાં પણ માતાની યાદ આવતાં જ ચમક આવી જાય છે.વ્યક્તિ ગમે તેટલો મોટો કે મહાન બને તો પણ માતાની નજરમાં તો એ જ પોતાનું સંતાન હોય છે. દુનિયાનાં કોઈ પણ દેશ પ્રદેશમાં જાવ તો પણ માતૃત્વનો એ ભાવ સહજ સરળ અને સુંદર હોય છે. દરેક ધર્મના ભગવાનના જીવન ચરિત્રમાં પણ માતાનો ફાળો અનન્ય રહેલો છે માતા અને માતૃત્વ વિશે સાહિત્યમાં અનેક કૃતિઓ રચાઇ છે. સમય ચાહે ગઈકાલનો હોય, આજનો હોય કે આવતીકાલનો હોય ર્માં શબ્દ અજર અમર જ રહેશે. ર્માં શબ્દનું મમ્મી અને મમ્મા થયું પરંતુ લાગણી અને પ્રેમ એ જ જોવા મળે છે. માના પરિધાનમાં બદલાવ આવ્યો સાડીમાંથી ડ્રેસ અને આજકાલ તો જીન્સ પણ પહેરવામાં આવે છે પરંતુ તેની કાળજી અને ચિંતા એ જ છે એમાં બદલાવ આવ્યો નથી. નહીં ભણેલી કે ઓછું ભણેલી માતા ના બદલી આજકાલ અંગ્રેજીમાં કડકડાટ બોલતીમાં જોવા મળે છે પરંતુ ભાવની ભાષા બદલાઇ નહીં. આંગળી પકડીને લઇ જતી માતાને બદલે આજે માતા કાર કે સ્કૂટરમાં બાળકને લઈ જતી જોવા મળે છે પરંતુ આંગળીનો એ સાથ છૂટયો નથી. એક જૂની અને ખૂબ અસરકારક પંક્તિ યાદ આવે છે.લાખો મરજો, પણ લાખોનો પાલનહાર ન મરજો, ઘોડલે ચડંતો બાપ મરજો, પણ દળણા દળતી મા ન મરજો.
અહીં પિતાની અવગણના કરવાનો આશય નથી પરંતુ માતાનો પ્રેમ લાગણી સ્નેહ ત્યાગ બલિદાન કાળજી અને જરૂરીયાતની મહત્વ દર્શાવવામાં આવેલ છે.
આવતીકાલે મધર્સ ડે છે... વિશ્ર્વની તમામ માતાઓને
Happy Mothers Day  અને માતૃત્વના ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. રોટલીના ચાર ટુકડા હોય અને ખાવા વાળી વ્યક્તિ પાંચ હોય ત્યારે સૌથી પહેલાં જે બોલે કે મને ભુખ નથી  તે વ્યક્તિ ‘ર્માં’ હોય છે - ટેનેવા જોર્ડન શીતળતા
પામવાને
માનવી તું દોટ
કાં મૂકે? જે માની
ગોદમાં છે એ
હિમાલયમાં નથી હોતી.
- કવિ મેહુલ શેર સહેજ પડતામાં જ દુ:ખો સામટા થઈ જાય છે ગાયબ,
ર્માં હથેળીમાં એવો
જાદુઇ સ્પર્શ રાખે છે.
- અનિલ ચાવડા મધર્સ ડે ના શુભ પ્રભાતે
પ્રેમથી પાયે લાગુ અર્પુ સર્વે તુજને ચરણે
એવું સદાય ચાહું એક સંદેશો તુજ જીવનનો કાયમ મનમાં રાખું પ્રેમ ભક્તિને નિ:સ્વાર્થ સેવા દિલ દરિયામાં સમાવું -ડો. દિનેશ શાહ