સિન્ડિકેટની બે બેઠકોની કાલે ચૂંટણી

રાજકોટ, તા. 12
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 13 ફેકલ્ટીની ચૂંટણીમાંથી 11 બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જયારે આવતી કાલે સિન્ડિકેટ સભ્યની આચાર્યની બે બેઠક માટે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે જેની ચૂંટણી પ્રક્રિયા આવતી કાલે યોજાશે.
આચાર્યની બે બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવારો ડો.ધરમ કાંબલીયા અને ડો.યજ્ઞેશ જોશી તેમજ ભાજપના ડો.વિજયભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આમ બે બેઠકો માટે
આવતીકાલે ચૂંટણી યોજાશે આગામી 22મીએ વર્તમાન સિન્ડિકેટની મુદત પુરી થાય છે. ત્યારે નવા સિન્ડિકેટની 9 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી છે.
જેમાં જનરલની પાંચ બેઠક, શિક્ષકની એક અને ભવનના વડાની એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે જયારે પ્રિન્સિપાલની બે બેઠકમાં ત્રિપાંખિયો જંગ જામતા કાલે ચૂંટણી યોજાશે. હોમિયોપેથીની બેઠક ખાલી, 18મીએ માત્ર આર્ટસની ચૂંટણી યોજાશે
13 ફેકલ્ટીમાંથી 11 બિનહરીફ થઈ છે. જયારે હોમિયોપેથીની ચૂંટણીમાં ઉમેદવારી ન આવતા બેઠકો ખાલી પડી છે. અધરધેન ડીન તરીકે ડો.ભરત વેકરીયાએ ફોર્મ ભર્યુ હતુ પણ ટેકેદારો ન મળતા ફોર્મ રદ થતા બેઠક ખાલી રહી છે. જયારે એક માત્ર આર્ટસ ફેકલ્ટીમાં 18મીએ ચૂંટણી યોજાશે ડીનની બેઠક માટે ડો.યજ્ઞેશ જોશી, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.જયદિપસિંહ ડોડીયા અને ડો. એન.કે. ડોબરિયાએ ફોર્મ ભર્યુ હતું, જયારે ડો. ડોબરિયાએ ડીનનું ફોર્મ પાછું ખેંચતા હવે ત્રણ ઉમેદવારો વચ્ચે ડીન માટે ચુટણી યોજાશે તેમજ અધરધેન ડીનમાં ડો.યજ્ઞેશ જોશીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ પરંતુ ફોર્મમાં તારીખ નાખતા ભુલી જતા ચકાવણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે આથી અધરધેન ડીન માટે ડો. એન.કે. ડોબરિયા, ડો.જયદિપસિંહ ડોડિયા વચ્ચે ચુટણી જંગ જામશે.