બાબરા તાલુકામાં મગફળીના પાક વિમાના વધુ 46 કરોડ ફાળવતા ખેડૂતોમાં ખુશી

અગાઉ રૂા.90 કરોડ જેવી માતબર રકમ અપાઈ હતી અમરેલી તા,12
તાજેતરમાં 2016ના કપાસના પાક વિમા પેટે બાબરા તાલુકામાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ ના પ્રયાસોથી ખેડૂતોને રૂપિયા 90 કરોડ જેવી માતબર રકમ મળ્યા બાદ ખેડૂતોને બીજો સુખદ અનુભવ થયો છે ખેડૂતોને વધારે 46 કરોડ રૂપિયા મગફળીના પાકમાં પેટે મળતા બાબરા તાલુકામાં હરખની હેલી ચડી છે સાથે-સાથે પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન ખેડુતો માટે એક એવી ચિંતા કરતાં હતાં તેની પણ લોકોને જાણ થઈ છે.
બાબરા તાલુકામાં 2016 ના મગફળીના પાકમાં 55 ટકા પ્રમાણે રૂપિયા 46 કરોડ જેવી રકમ આજે જાહેર થઈ હતી જોગાનુજોગ બાવકુભાઈ ઉંધાડના આજે જન્મદિવસ હોય આ દિવસે જ પાક વીમાની જાહેરાત થતાં લોકોમાં બમણી ખુશી જવાય છે અને જન્મદિવસે બાવકુભાઈ દ્વારા લોકોને તેમના તરફથી ભેટ અપાઇ હોય તેવો માહોલ બાબરા તાલુકામાં સર્જાવા પામ્યો છે.
બાબરા તાલુકામાં પહેલાં નેવું કરોડ અને હવે 46 કરોડ જેવી રકમ ખેડૂતો માટે બાવકુભાઈ ઉંધાડે મંજુર કરાવતા બજારમાં પણ તેની અસર દેખાશે ખેડૂતો માટે અને યુવાનો માટે તથા પોતાના મત વિસ્તારના દરેક લોકો માટે બાવકુભાઈ ઉધાડ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સતત લોકો ની વચ્ચે રહી અને કામ કરવાની તેમની પદ્ધતિ આજે તે ધારાસભ્યો નથી તેમ છતાં એ જ રહી છે તેમણે તેમના સમય દરમિયાન કરેલા કાર્ય સફળ હવે લોકોને મળી રહ્યા છે ત્યારે અમરેલી પંથકની અંદર પણ બાબરા અને લાઠી ના સમાચાર મળતા દુ:ખની લાગણી પણ ફેલાઈ છે કે આપણા વિસ્તારની અંદર આવા પ્રતિનિધિ આપણને મળ્યા નથી.