RTE હેઠળ નર્સરી અને કેજીથી જ બાળકોને પ્રવેશ આપવા માગ

  • RTE હેઠળ નર્સરી અને કેજીથી  જ બાળકોને પ્રવેશ આપવા માગ

રાજ્ય સરકાર દ્વારા ધો.1થી RTE હાઈકોર્ટમાં રીટ, રાજ્ય સરકારને પાઠવાઈ નોટીસ
રાજકોટ તા,12
નર્સરી અને કે.જી.માં પણ ગરીબ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ આપવા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. ગરીબોના બાળકો સારી શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરવા સક્ષમ બની શકે તે માટે કાયદામાં જોગવાઈ હોવા છતાં સરકાર અને શાળાઓ દ્વારા અમલ ન થતો હોવાની રજૂઆત પીટીશનમાં કરવામાં આવી છે. નર્સરી તેમજ જુનિયર-સિનિયર કે.જી.માં પણ ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ કરવામાં આવી છે. કોર્ટે હાલ રાજ્ય સરકારને નોટિસ પાઠવી આ કેસની આગામી સુનાવણી 13 જુન પર મુલતવી રાખી છે.અરજદારની રજૂઆત હતી કે આરટીઈના કાયદમાં જોગવાઈ છે કે ગરીબ બાળકોને નર્સરી અને જુનિયર-સિનિયર કે.જી.માં આરટીઈ હેઠળ પવેશ આપવો જોઈએ. પરંતુ હાલ રાજ્ય સરકાર આરટીઆઈ કાયદા હેઠળ પહેલા ધોરણથી પ્રવેશ આપી રહી છે. શાળાઓને પણ આ બાબતની જાણ હોવા છતા આ મામલે તેમના દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી.  તેથી સરકાર અને શાળાઓ આરટીઆઈ કાયદાનાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પહેલા ધોરણની જગ્યાએ જો ગરીબ બાળકોને નર્સરી અને કે.જી.થી જ આરટીઆઈ હેછળ સારા સંસ્થાનોમાં પ્રવેશ મળશે તો તે પહેલા ધોરણમાં અભ્યાસ માટે વધુ સક્ષમ બની શકશે. હાલ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી 13 જુન પર મુલતવી રાખી છે. લાગુ કરાવ્યો છે