ઢીંચક પૂજાએ ચેન્નઈની ટીમ માટે ગીત ગાયું: વીડિયો થયો વાઇરલ

ચેન્નઇ તા,12
આઈપીએલ 2018માં ચેન્નઇ સુપર કિંગ્સ ખુબ જ શાનદાર પરફોર્મન્સ કરી રહી છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઇ સુપર કિંગ્સે દરેક મેચમાં કમાલ કરતી નજર આવી રહી છે. સીએસકેની વાપસી કરતા જ તેમની ફેન ફોલોવિંગ વધી રહી છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ધોનીની ટીમને સપોર્ટ કરી રહ્યા છે.
ધોની માત્ર કેપ્ટનશીપથી જ નહી પરંતુ બેટિંગથી પણ લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. હવે ચેન્નઇ સુપરકિંગ્સની પ્રશંસક ઢીંચૈક પૂજા પણ બની ચૂકી છે. તે તો દાવો કરી રહી છે કે, આ વખતે આઇપીએલમાં સીએસકે જ જીતશે. સીએસકે માટે તેણે એક ગીત પણ ગાયું છે, જે હાલમાં વાઇરલ પણ થઇ રહ્યું છે. આ વીડિયોને શેર પણ કરવામાં આવી રહ્યું છે. સીએસકે શરૂઆતથી જ શાનદાર પરફોર્મન્સ આપી રહી છે. ગત રમવામાં આવેલ 10 મેચોમાં તે માત્ર 3 મેચો જ હારી છે. 14 પોઇન્ટ સાથે તે બીજા ક્રમે છે, સૌથી વધારે રન બનાવવાનાં મામલામાં પણ ધોની 7માં ક્રમે છે. ધોનીએ ઘણી એવી મેચો પણ જીતાડી છે જેમાં ચેન્નઇ સુપરકિંગ્સ હારી રહી હતી. સીએસકેનો પ્લે ઓફમાં પહોંચવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. બિગ બોસની ગત સીઝનમાં પણ ઢીંચક પૂજા નજર આવી હતી. જ્યાં તેણે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે દિલો કા શૂટર ગીત પર પરફોર્મન્સ કર્યુ હતું. સીએસકે માટે ગીત ગાઇને હાલમાં ઢીંચક પૂજા ખુબ જ ચર્ચામાં છે.